12 વિપક્ષી દળોએ વડાપ્રધાનને પત્ર લખ્યો : મફત રસી સહિતની 9 માંગ

દેશમાં કોરોના મહામરીના વિકરાળ સંકટ અને ભાંગી ગયેલા સ્વાસ્થ્ય વ્યવસ્થા વચ્ચે દેશની તમામ મોટી વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. વડાપ્રધાનને આ ખુલ્લો પત્ર 12 વિપક્ષી પાર્ટીઓ દ્વારા લખવામાં આવ્યો છે. આ પત્ર પર સોનિયા ગાંધી(INC), એચડી દેવગૌડા(JD-S), શરદ પવાર(NCP), ઉદ્ધવ ઠાકરે(શિવસેના), મમતા બેનરજી(TMC), એમ કે સ્ટાલિન(DMK), હેમંત સોરેન(JMM), ફારુક અબ્દુલ્લા(JKPA), અખિલેશ યાદવ(SP), તેજસ્વી યાદવ (RJD), ડી રાજા(CPI) અને સીતારામ યેચુરી(CPI-M)એ હસ્તાક્ષર કર્યા છે. આ પત્રમાં વિપક્ષ દ્વારા મફત રસીકરણ, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને બંધ કરવાની અને તેના પૈસા સ્વાસ્થ્ય સેવા પર લગાવવા અને બેરોજગારોને પ્રતિમાસ 6 હજારની સહાય કરવા જેવી કુલ 9 માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *