નીતિ આયોગના સદસ્ય ડૉ. વીકે પૉલના કહેવા પ્રમાણે બાળકોમાં પણ વયસ્કોની માફક કોરોના સંક્રમણ રહે છે. આશરે 20થી 22 ટકા બાળકોમાં સંક્રમણનું જોખમ રહેલું છે જેની આઈસીએમઆર દ્વારા પણ પૃષ્ટિ કરવામાં આવી છે. મતલબ કે 100 પૈકીના 20 બાળકોને સંક્રમણ થઈ શકે છે. ડૉ. પૉલે જણાવ્યું કે, બાળકોને બચાવવા માટેની પદ્ધતિઓ એ જ છે જેનું વયસ્કોએ પાલન કરવાનું છે. ડરવાના બદલે લોકો પોતાના પરિવારનું ધ્યાન રાખશે તો તેનાથી બચી શકાશે. જો કે, તેમણે ત્રીજી લહેરમાં બાળકો પરના જોખમ અંગે કોઈ જાણકારી નહોતી આપી. તેમના મતે આવી કોઈ લહેર આવશે કે નહીં તેના વિશે હાલ કશું ન કહી શકાય. સાથે જ તેમણે સિંગાપુરથી કોઈ સ્ટ્રેન આવ્યો છે કે નહીં તેની કોઈ જાણકારી ન હોવાનું પણ કહ્યું હતું.હકીકતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે સિંગાપુરથી આવેલા કોઈ સ્ટ્રેનનો હવાલો આપીને બાળકોનું ધ્યાન રાખવા વિનંતી કરી હતી. જો કે, તેમણે સિંગાપુરથી આવેલા કોઈ સ્ટ્રેનનું નામ નહોતું ઉજાગર કર્યું.સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, જે રાજ્ય પાસે જીનોમ સિક્વન્સિંગની એક પણ લેબ ન હોય અને જેમણે અત્યાર સુધીમાં 50 લાખમાંથી 10,000 સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ ન કરાવ્યું હોય તેવા રાજ્યના મુખ્યમંત્રીએ આ પ્રકારની ઓછી જાણકારી સાથે ન બોલવું જોઈએ. આ તરફ કર્ણાટકમાં પણ અનેક બાળકો કોરોના સંક્રમિત આવી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીની માફક કર્ણાટકમાં પણ સંક્રમણની ત્રીજી લહેર દેખાઈ રહી છે.
Related Articles
ઝારખંડમાં એક જ ગામમાં કોરોનાના 21 કેસ મળતાં એલર્ટ
ઝારખંડના ગરવાહ જિલ્લામાં હરડગ નામના એક ગામમાં મધ્ય પ્રદેશથી પરપ્રાંતીય શ્રમિકો પાછા ફર્યા બાદ માત્ર બે દિવસમાં કોરોનાના 21 કેસો મળી આવતા હાઇ એલર્ટ આપવામાં આવી છે. 21માં આઠ બે અને 12 વર્ષની વચ્ચેની વયના બાળકો છે અને તેમને સદર હૉસ્પિટલમાં દાખલ કરાયા છે અને એમના તમામ સંપર્કોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના કોલસાની […]
ન્યૂજર્સીના બાપ્સ મંદિર પર એફબીઆઇના દરોડા
અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં આવેલ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ(બાપ્સ) મંદિર પર ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશને દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આ મંદિરમાંથી ૯૦ વેઠિયા મજૂરો મળી આવ્યા હોવાનો અહેવાલ ન્યૂયોર્ક ટાઇમ્સે આપ્યો છે.મળતી માહિતી પ્રમાણે ન્યૂજર્સીના રોબિન્સવિલે વિસ્તારમાં આવેલ આ બાપ્સ મંદિર પર એફબીઆઇએ મંગળવારે દરોડો પાડ્યો હતો. આ જ મંદિરમાં કામ કરવા આવેલા કેટલાક લોકોની […]
કંદહારમાંથી ભારતે રાજદ્વારી અને સુરક્ષા જવાનોને પરત બોલાવ્યા
અફઘાનિસ્તાનમાં કથળતી સલામતીની પરિસ્થિતિ અને કંધારની આજુબાજુના નવા વિસ્તારો પર તાલિબાનના કબજાને જોતાં ભારતે દક્ષિણ અફઘાન શહેરમાંથી પોતાના વાણિજ્ય દૂતાવાસમાંથી લગભગ 50 રાજદ્વારીઓ અને સુરક્ષા જવાનોને પરત બોલાવી દીધા છે. એમ અધિકારીઓએ રવિવારે માહિતી આપી હતી. શનિવારે ભારતીય વાયુસેનાના એક વિશેષ વિમાનને ભારત-તિબેટીયન બૉર્ડર પોલીસ કર્મચારીઓના જૂથ સહિતના ભારતીય રાજદ્વારીઓ, અધિકારીઓ અને અન્ય જવાનોને દેશમાં […]