કોરોના સંકટનો સામનો કરી રહેલા પંજાબમાં હાલ એક રાજકીય સંકટ સર્જાયું છે. આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તેના પહેલા જ પંજાબ કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયા છે. આ સંજોગોમાં સ્થિતિ સંભાળી લેવા માટે કેન્દ્રીય હાઈકમાન્ડે દખલ કરી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટીના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હી બોલાવ્યા છે. તમામ ધારાસભ્યો અને મંત્રીઓ દિલ્હીમાં એક 3 સભ્યો ધરાવતી પેનલની મુલાકાત લેશે અને પોતાના પ્રશ્નો રજૂ કરશે. કોંગ્રેસના આશરે 2 ડઝન જેટલા ધારાસભ્યો જેમાં પ્રદેશ અધ્યક્ષ સુનીલ ઝાખડ, મંત્રી ચરણજીત ચન્ની, સુખજિંદર સિંહ રંધાવાનો પણ સમાવેશ થાય છે તેઓ દિલ્હી પહોંચી ગયા છે. ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા ન કરવાના આરોપો બાદ કોંગ્રેસી ધારાસભ્યોએ પોતાની સરકાર સામે સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે. આ તમામ ધારાસભ્યો સતત કેપ્ટન અમરિંદર સિંહને લઈ સવાલ કરી રહ્યા છે. કેન્દ્રીય હાઈકમાન્ડે 3 સદસ્યોની જે પેનલ બનાવી છે તેની આગેવાની હરીશ રાવત કરી રહ્યા છે. તે સિવાય મલ્લિકાર્જુન ખડગે અને જેપી અગ્રવાલ પણ તેમાં સામેલ છે. તેઓ સોમવારથી પંજાબ કોંગ્રેસના ધારાસભ્યો, મંત્રીઓને મળવાનું શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી બાદથી જ પંજાબ કોંગ્રેસમાં અણબનાવની ખબરો સંભળાઈ રહી છે. નવજોત સિંહ સિદ્ધુ સતત કેપ્ટન અમરિંદર સિંહ વિરૂદ્ધ મોરચો માંડી રહ્યા છે. સંગઠનના અનેક નેતાઓએ પણ કેપ્ટનની સરકાર સામે સવાલ કર્યા છે. આ સંજોગોમાં આગામી વર્ષે જ્યારે રાજ્યમાં ચૂંટણી થવાની છે તો તેના પહેલા જ કોંગ્રેસ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલ કરવામાં લાગ્યું છે.
Related Articles
ઇઝરાયેલમાં તખ્તો પલટાયો મોદીએ બેનેટને આપી શુભકામના
દુનિયાના નકસામાં ખૂબ જ નાના પરંતુ તમામ ક્ષેત્રે મોટું નામ ધરાવતા દેશ ઇઝરાયલના રાજકારણમાં ફરી એક વખત ગરમાટો આવી ગયો છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેત્નયાહુના એક દશકાથી ચાલી આવતા શાસનનો હવે અંત આવિ ગયો છે. દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નફ્તાલી બેનેટે રવિવારે ઇઝરાયલના નવા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. આ સાથે […]
ઓક્સિજન અને દવાઓના વિતરણ મુદ્દે સુપ્રીમે ટાસ્ક ફોર્સ બનાવી
દેશમાં અત્યારે કોરોનાના તાંડવ વચ્ચે ઓક્સિજનની અછત સર્જાઇ છે. દેશના મોટાભાગના રાજ્યોની અંદર લોકો ઓક્સિજન અને જરુરી દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે. વિવિધ રાજ્યોની હાઇકોર્ટ આ અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી ચુકી છે. ત્યારે હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ મેદાનમાં આવી છે. દેશમાં ઓક્સિજન અને દવાઓની અછતને લઇને કેન્દ્ર સરકારે આજે […]
વુહાનની લેબોરેટરીના શંસોધકો નવેમ્બર 2019માં બિમાર થયા હતા
દુનિયાભરમાં રોગચાળો સર્જનાર કોરોનાવાયરસ કુદરતી રીતે સર્જાયો છે કે ચીનની લેબોરેટરીમાંથી લીક થયો છે તે વિશે હજી કોઇ સ્પષ્ટતા થતી નથી ત્યારે આ વાયરસ ચીનની લેબોરેટરીમાં વિકસાવવામાં આવતો હતો અને ત્યાંથી લીક થયો છે તેવી થિયરીને બળ આપે તેવી વધુ એક ઘટનામાં એવો ઘટસ્ફોટ થયો છે કે જ્યાંથી આ રોગચાળો શરૂ થયો હતો તે ચીનના […]