ઓલિમ્પિકમાં ભાગ લઈ ચુકેલા પહેલવાન સુશીલ કુમારની હત્યા કેસમાં ધરપકડ થયા બાદ હવે રેલવે દ્વારા પણ તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એક અખબારી અહેવાલ પ્રમાણે સુશીલ કુમારની ધરપકડ સાથે જ તેના સસ્પેન્શનની તૈયારીઓ શરુ થઈ ગઈ હતી. મંગળવારે રેલવે દ્વારા તેના સસ્પેનશનની જાણકારી આપવામાં આવી છે. પોલીસની ધરપકડ બાદ તરત જ તેને નોકરી પરથી હટાવાયો છે. દિલ્હી સરકારમાં ડેપ્યુટેશન પર રહેલા સુશીલ કુમારને છત્રસાલ સ્ટેડિયમમાં સ્કૂલોમાં રમત ગમતને પ્રોત્સાહન મળે તે માટે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે નિમણૂંક અપાઈ હતી. રેલવેનુ કહેવુ છે કે, રવિવારે રેલવે બોર્ડને સુશીલ કુમાર અંગે એક રિપોર્ટ મળ્યો છે. જેમાં સુશીલ કુમાર સામે ફરિયાદ દાખલ થઈ હોવાનો પણ ઉલ્લેખ છે. દિલ્હી સરકારે પણ સુશીલ કુમારનુ ડેપ્યુટેશન વધારવાની અરજી ફઘાવી દીધી છે. સુશીલ કુમાર 2015થી રેલવે અધિકારી હોવાની સાથે સાથે દિલ્હી સરકારના ડેપ્યુટેશન પણ હતો. ઉલ્લેખનીય છે કે, તેની પર અન્ય એક પહેલવાન સાગર ધનખડની હત્યાનો આરોપ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા સુશીલ કુમારની ધરપકડ દિલ્હી બોર્ડર પરથી કરવામાં આવી હતી. સુશીલ કુમારના સાથીદારની પણ પોલીસે ધરપકડ કરી છે. સુશીલ ભારત વતી બે વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ ચુકયો છે. હત્યા કેસમાં છેલ્લા કેટલાક દિવસથી તે ફરાર હતો અને પોલીસે તેના નામની લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી અને નોન બેલેબલ વોરંટ પણ કાઢ્યુ હતુ. સુશીલ કુમારે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.
Related Articles
રદ થયેલી કલમ હેઠળ ત્રણ વર્ષથી ગુના દાખલ થઇ રહ્યાં છે
સર્વોચ્ચ અદાલતે આજે કહ્યું હતું કે તે બાબત આશ્ચર્યજનક અને આઘાતજનક છે કે લોકો સામે હજી માહિતી ટેકનોલોજી કાયદાની કલમ ૬૬એ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે જે કલમ સર્વોચ્ચ અદાલત દ્વારા ૨૦૧૫ના એક ચુકાદામાં રદ કરવામાં આવી હતી. આ રદ થયેલી કલમમાં એવી જોગવાઇ હતી કે તેના હેઠળ ગુનાહિત ગણાય તેવા મેસેજો પોસ્ટ […]
જમ્મુ કાશ્મીરમાં શાંતિના માર્ગે ફરી કલમ 370 લાવીશું : મહેબુબા મુફ્તી
જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે આજે ગૃહ મંત્રી અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે દિલ્હી ખાતે કરેલી બેઠકમાં 14 નેતાઓ હાજર રહ્યાં હતાં. આ મુલાકાત પછી જમ્મુ કાશ્મીરમાં અપની પાર્ટીના નેતા અલતાફ બુખારીએ કહ્યું હતું કે, તેમની વચ્ચે ખૂબ જ સારા માહોલમાં બેઠક યોજાઇ હતી. ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી શરૂ કરાશે તેવી […]
ઇઝરાયેલમાં તખ્તો પલટાયો મોદીએ બેનેટને આપી શુભકામના
દુનિયાના નકસામાં ખૂબ જ નાના પરંતુ તમામ ક્ષેત્રે મોટું નામ ધરાવતા દેશ ઇઝરાયલના રાજકારણમાં ફરી એક વખત ગરમાટો આવી ગયો છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેત્નયાહુના એક દશકાથી ચાલી આવતા શાસનનો હવે અંત આવિ ગયો છે. દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નફ્તાલી બેનેટે રવિવારે ઇઝરાયલના નવા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. આ સાથે […]