સુપ્રીમ કોર્ટે કોવિડ-૧૯ની સ્થિતિને રાષ્ટ્રીય કટોકટી ગણાવી

સુપ્રીમ કોર્ટે આજે કોવિડ-૧૯ની સ્થિતિને લગભગ રાષ્ટ્રીય કટોકટી જેવી ગણાવી હતી જ્યારે આ અદાલત વેદાન્તાની તમિલનાડુના તુતીકોરિન ખાતેના તેના સ્ટરલાઇટ કોપર યુનિટને ખોલવા દેવાની અરજી એ ભૂમિકા પર સાંભળવા સંમત થઇ હતી કે તે હજારો ટન ઓક્સિજનનું ઉત્પાદન કરશે અને દર્દીઓની સારવાર માટે મફત આપશે. ચીફ જસ્ટિસ બોબડેના વડપણ હેઠળની બેન્ચ તમિલનાડુ સરકારના વિરોધથી પ્રભાવિત થઇ ન હતી જેણે શરૂઆતમાં વેદાન્તાની અરજીની સુનાવણી સોમવારે હાથ પર લેવા માગ કરી હતી અને તેનો પ્લાન્ટ શરૂ કરવા સામે વિવિધ ભૂમિકા પર વિરોધ કર્યો હતો જેમાં એ દલીલનો પણ સમાવેશ થતો હતો કે આ અરજી સર્વોચ્ચ અદાલત દ્વારા ફગાવી દેવાઇ છે. અમે આ બધુ સમજીએ છીએ. અમે પ્લાન્ટ દ્વારા પર્યાવરણના તમામ ધોરણોનું પાલન થાય તે સુનિશ્ચિત કરીશું અને તેની ઓક્સિજન પ્રોડ્યુસિંગ ફેસિલિટી ચલાવવા દેવાશે. અમારું ધ્યાન ઓક્સિજન પ્લાન્ટ પર છે એમ મુજબ આ બેન્ચે જણાવ્યું હતું. લગભગ રાષ્ટ્રીય કટોકટી જેવી સ્થિતિ છે અને તમે(તમિલનાડુ) તેમાં ઉંબાડિયા ચાંપશો નહીં. અમે તે(વેદાન્તાની અરજી) આવતીકાલે સાંભળીશું એમ બેન્ચે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *