દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાની લપેટમાં આવ્યા છે. મોહન ભાગવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરએસએસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ દ્વારા મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી આપવામાં આવી હતી. ટ્વીટમાં લખ્યું હતું કે, ડોક્ટર મોહન ભાગવતનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ડોક્ટર ભાગવતનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર ભાગવતના કોરોના ટેસ્ટનો રિપોર્ટ શુક્રવારે બપોરે પોઝિટિવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડોક્ટર ભાગવતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
