કોરોનાની સ્થિતિને પગલે દેશમાં રસીકરણમાં ગતિ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ભારતની દવા નિયામક સંસ્થા એટલે કે ડીજીસીઆઇએ હવે ફાઇઝર અને મોડર્ના જેવી વિદેશી વેક્સિનને વહેલી તકે ભારત લાવવા માટે તેમની અલગથી ટ્રાયલ કરવાની શરતને દૂર કરી છે. જે વેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા અમેરિકી એફડીએ દ્વારા ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી હશે, તેને ભારતમાં ટ્રાયલમાંથી પસાર થવું નહીં પડે. આ અંગે ડીજીસીઆઇના ચીફ વીજી સોમાનીએ નોટિસ જાહેર કરી છે. નોટિસ પ્રમાણે, હાલમાં કોરોનાના વધતાં કેસ વચ્ચે ભારતમાં વધતી રસીની માંગને જોતાં NEGVACના સૂચનોના આધારે હવે તે વેક્સિનને ભારતમાં ટ્રાયલમાંથી પસાર થવું નહીં પડે, જેને અગાઉથી જ યુએસ એફડીએ, ઇએમએ, યુકે એમએચઆરએ, પીએમડીએ જાપાન અથવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે. જો વિદેશી વેક્સિનને કોઇ અન્ય જેશમાં અથવા કોઇ સ્વાસ્થ્ય સંસ્થાથી મંજૂરી મળેલી છે, તો ભારતમાં તેની ગુણવત્તા અને અસર તપાસવા માટે ટ્રાયલ કરવાની જરૂર નહીં હોય. જો કે, આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ રસીના પ્રથમ ૧૦૦ લાભાર્થીઓ પર સુરક્ષા હેઠળ ૭ દિવસ સુધી નજર રખાશે. ઉલ્લેખનીય છે કે, કોવિન સાઇટ મુજબ દેશમાં અત્યાર સુધી ૨૧ કરોડ ૪૩ લાખ ૫૬ હજાર ૭૬૭ લોકોને રસી આપવામાં આવી છે. જેમાં ૪ કરોડ ૩૬ લાખ ૭૮ હજાર ૨૨૬ એવા લોકો છે જેમને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
Related Articles
હવે પંજાબ કોંગ્રેસમાં બગાવત, 25 ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી
કોરોના સંકટનો સામનો કરી રહેલા પંજાબમાં હાલ એક રાજકીય સંકટ સર્જાયું છે. આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તેના પહેલા જ પંજાબ કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયા છે. આ સંજોગોમાં સ્થિતિ સંભાળી લેવા માટે કેન્દ્રીય હાઈકમાન્ડે દખલ કરી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટીના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હી બોલાવ્યા છે. તમામ ધારાસભ્યો અને મંત્રીઓ […]
યુપીના કદાવર નેતા જીતેન્દ્ર પ્રસાદ ભાજપમાં જોડાયા, કોંગ્રેસે કહ્યું જવા વાળા જયા કરે
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા પૈકીના એક અને કેન્દ્રિય મંત્રી રહી ચૂકેલા જીતેન્દ્ર પ્રસાદે કોંગ્રેસ સાથે છેડો ફાટીને ભાજપનો કેસરિયા ધારણ કરી લીધો છે. ભાજપના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમને કેસરી કેસ પહેરાવીને ભાજપમાં આવકાર આપ્યો હતો. ભાજપમાં જોડાતા પહેલા તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી […]
વિપક્ષી દળોએ રાહુલ ગાંધીની બેઠકમાં હાજરી આપી
વિપક્ષી દળોના નેતાઓએ મંગળવારે અહીં કોન્સ્ટિટ્યુશન ક્લબમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આયોજીત નાસ્તાની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં વિપક્ષી એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કૉંગ્રેસના લગભગ 100 સાંસદો ઉપરાંત તૃણમૂલ કૉંગ્રેસ, એનસીપી, શિવસેના, ડીએમકે, સીપીઆઈ-એમ, સીપીઆઈ, આરજેડી અને સમાજવાદી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. આ […]