રાજ્યમાં 65 દિવસ બાદ પહેલીવાર કોરોનાના કેસ 1900ની અંદર

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે અને કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે વડોદરામાં સ્થિતિ અન્ય શહેરો કે જિલ્લા કરતાં અલગ છે. અહીં કેસ ટોપ 5માં રહે છે. માત્ર એટલું જ નહીં, સતત ચોથા દિવસે વડોદરા ટોપ પર છે. 65 દિવસ બાદ પહેલીવાર નવા કેસ 1900થી ઓછા નોંધાયા છે અને 24 કલાકમાં 1871 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 5 હજાર 146 દર્દીએ કોરોનાને માત આપી છે. તો દૈનિક મૃત્યુઆંક 25 થયો છે. આમ સતત 26માં દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 94.40 ટકા થયો છે. આજે ચાર મહાનગરમાં જ 100થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે અન્ય 3 કોર્પોરેશન અને 33 જિલ્લામાં 100થી ઓછા કેસ નોંધાયા છે. તેમજ 8 જિલ્લા અને 4 મહાનગરને બાદ કરતા 25 જિલ્લા અને 4 (જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર) કોર્પોરેશનમાં 50થી પણ ઓછા કેસ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *