સોમવારે અમદાવાદ શહેરમાં 25, સુરત શહેરમાં 10, સુરત ગ્રામ્યમાં 3, વડોદરા શહેરમાં 9, રાજકોટ શહેરમાં 10, જામનગર શહેરમાં 9, ભાનગર શહેર 5, જૂનાગઢ શહેર 4, મહેસાણામાં 3, ગાંધીનગર શહેર 2, સાબરકાંઠામાં 4, સુરેન્દ્રનગર 4 સહિત કુલ 140 દર્દીએ જીવ ગુમાવ્યાં છે. બીજી તરફ સોમવારે 11,999 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,52,275 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 74.46 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સોમવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 4616, સુરત શહેરમાં 1309, વડોદરા શહેરમાં 497, રાજકોટ શહેરમાં 397, ભાવનગર શહેરમાં 431, ગાંધીનગર શહેરમાં 155, જામનગર શહેરમાં 393 અને જૂનાગઢ શહેરમાં 148 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 347, જામનગર ગ્રામ્ય 319, ભરૂચ 101, નવસારી 160, વલસાડ 125, મહેસાણા 493, વડોદરા ગ્રામ્ય 439 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,47,499 વેન્ટિલેટર ઉપર 747 અને 1,46,752 દર્દીઓ સ્ટેબલ છે.
Related Articles
કોરોનાથી ગુજરાતમાં આઇપીએસ ડો. મહેશ નાયકનું નિધન
આઈપીએસ ઓફિસર ડીઆઈજી ડો. મહેશ નાયક કોરોના સામેની જંગ હાર્યા છે. DIG મહેશ નાયકનું SVP હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. ડો. મહેશ નાયક છેલ્લા 12 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. ડો. મહેશ નાયકનું વડોદરા પોસ્ટિંગ હતું. અગાઉ તેઓ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ ફરજ બજાવી ચુક્યા હતા. તેઓ વડોદરા આમ્સ યુનિટમાં DIG તરીકે […]
સેનેટ પદ રદ થતાં પ્રાધ્યાપકોનો નર્મદ યુનિવર્સિટી ખાતે દેખાવ
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીથી છેડો ફાડી અલગ ખાનગી યુનિવર્સિટીમાં તબદીલ થયેલી સાર્વજનિક પ્રાઇવેટ યુનિવર્સિટી, ઉકા તરસાડિયા યુનિવર્સિટી તેમજ વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રિન્સિપલ સહિત ટીચર્સને યુનિવર્સિટીએ સેનેટ સહિત અલગ અલગ હોદ્દા ઉપરથી દૂર કરી ફારેગ કરી દેતા આજે અખિલ ભારતીય શૈક્ષિક સંઘ મેદાનમાં આવ્યું હતું. અખિલ ભારતીય શૈક્ષિક સંઘે યુનિવર્સિટીના આ પગલાનો વિરોધ વ્યકત કરી […]
આહિર સમાજના ધ્વજારોહણ કાર્યક્રમમાં 500 કારનો કાફલો જોડાશે
રવિવારના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે આહિર સમાજ દ્વારા ધ્વજા આરોહણનો કાર્યક્રમ યોજાવાનો છે જે અંતર્ગત શનિવારના રોજ સીમાડા બીઆરટીએસ કેનાલ રોડ પરથી દક્ષિણ ગુજરાતમાં વસતા આહિર સમાજના લોકો 500 થી વધુ કારનો કાફલો રેલી મારફતે દ્વારકા જવા માટે નીકળ્યો હતો. આ ભવ્ય તીર્થ રેલીને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે દ્વારકા જવા માટેની લીલીઝંડી આપી […]