તાઉતે વાવાઝોડાના કારણે સૌથી ઉર્જા વિભાગ સૌથી વધુ અસરગ્રસ્ત થવા પામ્યો છે. રાજ્યના ૯૬૮૫ જેટલા ગામમાં વીજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. તેમાંથી ઉર્જા વિભાગે ઝડપી કામગીરી કરીને ૫૪૮૯ ગામમાં વીજ પુરવઠો કાર્યરત કરી દીધો હતો. તેમ છતાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સેંકડો ગામમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયેલો છે. તે સાથે વાવાઝોડામાં વૃક્ષ પડવાથી કે જળબંબાકાર થવાના કારણે ૯૫૯ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા. ૮૯૯ જેટલા રસ્તાઓ માર્ગ-મકાન વિભાગ દ્વારા કામગીરી કરીને ખોલી દેવાયા હતા.
