સંયુક્ત કિસાન મોરચાના નેતા અને દિલ્હીમાં કાર્યરત કૃષિ કાયદાના વિરોધનું આંદોલનનો પ્રમુખ ચહેરો રાકેશ ટિકૈત બારડોલીમાં સભા કરવા જઈ રહ્યા છે. જેને લઈને નવસારી જિલ્લાની કોંગ્રેસી વિચારધારા ધરાવતા ખેડૂતો તથા સેવા દળના આગેવાનો બારડોલી ન જઈ શકે તે માટે તેમને ઘરે નજર કૈદ કરવામાં આવ્યા છે. ગણદેવી વિસ્તારમાંથી મોટી સખ્યામાં આગેવાનોને જવાનો પ્લાન હતો પણ પોલીસે એડવાન્સ પ્લાનિંગ કરીને તમામને નજર કૈદ કર્યા છે. આ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પોલીસની કામગરીને વખોડી છે અને સરકારની આ નીતિ ગેરબંધારણીય ગણાવી છે. તમામ કિસાન મોરચાના આગેવાનોને ડિટેન કરતા તેમણે રાજ્ય સરકારની દમનશાહી નીતિનો વિરોધ કર્યો હતો.
