યુએસમાં 12થી વધુ વયના બાળકો માટે ફાઇઝરની રસીને મંજૂરી

યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સોમવારે 12થી 15 વર્ષના બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસીને મંજૂરી આપી છે. જેના કારણે દેશના બાળકોને શાળાએ જવા પહેલા સામાન્ય જીવનનો માર્ગ મોકલો બનશે. ફેડરલ રસી સલાહકાર સમિતિ દ્વારા 12થી 15 વર્ષના બાળકોમાં રસીના બે ડોઝનો ઉપયોગ કરવાની ભલામણ બહાર પાડવામાં આવ્યા બાદ ગુરુવારથી રસીકરણ શરૂ થઈ શકે છે. આ અંગે બુધવારે જાહેરાત થવાની સંભાવના છે.ફાઇઝરની રસી 16 વર્ષથી નાના બાળકો માટે ઘણા દેશોમાં ઉપયોગમાં લેવાય છે. હાલમાં જ કેનેડા આ રસીને 12 વર્ષ અને તેનાથી ઉપરના બાળકોને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો છે.માતાપિતા, શાળાના સંચાલકો અને અન્ય જાહેર આરોગ્ય અધિકારીઓએ બાળકોને રસીના ડોઝની મંજૂરી માટે આતુરતાથી મંજૂરી કરી રહ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ જાહેર કર્યું કે, ફાઇઝર રસી સલામત છે અને 12થી 15 વર્ષની વયના 2 હજારથી વધુ યુએસ સ્વયંસેવકો પર કરવામાં આવેલા ટ્રાયલના આધારે નાના કિશોરોમાં તે મજબૂત સુરક્ષા આપે છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશના એક્ઝિક્યુટિવ કમિશનર ડો. જેનેટ વુડકોકે કહ્યું હતું કે, વેક્સિનેશનને દરેક વર્ગમાં લઈ જવાના પ્રયાસો આપણને સામાન્ય સ્થિતિમાં પહોંચવાની નજીક લાવે છે. એજન્સીએ નોંધ્યું છે કે, 16 બાળકોને ડમી ડોઝ આપવામાં આવેલા કિશોરોમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. તેમજ સંશોધનકારોએ શોધી કાઢ્યું કે, બાળકોમાં પુખ્ત વયના લોકોની તુલનમાં કોરોના વાયરસ સામે લડતા એન્ટિબોડીઝનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું હતું. કિશોરોએ પુખ્ત વયના લોકોની સમાન રસીનો ડોઝ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *