મ્યુકરમાઇકોસીસની સારવાર મુદ્દે હાઇકોર્ટમાં અરજી

રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, તેની સાથે જ મ્યુકરમાઇકોસીસના કેસ વધી રહ્યા છે, તેવામાં સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સારવાર કરવામાં આવતી ન હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યની સરકારી હોસ્પિટલોમાં મ્યુકરમાઇકોસીસ રોગની કોઈ જ સારવાર કરવામાં આવતી નથી. આ ઉપરાંત હોસ્પિટલોમાં નિષ્ણાત તબીબ ડૉકટરોનો અભાવ જોવા મળી રહ્યો છે. મ્યુકરમાઇકોસીસના દર્દીઓને સરકારી હોસ્પિટલમાં અધવચ્ચેથી જ રજા આપી દેવામાં આવે છે. સરકારી હોસ્પિટલોનું આ વલણ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે. આ અરજીને કોરોના મુદ્દે થયેલી સુઓમોટો અરજી સાથે સાંભળવામાં આવે, તેવી પણ રજૂઆત અરજદાર દ્વારા કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *