પ્રવર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.જે માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. chaamphobdistribution@gmail.com પર મોકલવાના રહેશે.
Related Articles
સુરત એપીએમસીના મેનેજમેન્ટ સામે આપના ગંભીર આક્ષેપ
આમ આદમી પાર્ટી દ્વારા સુરત એપીએમસી માર્કેટ(પૂણા સરદાર માર્કેટ યાર્ડ)માં સ્ટીંગ કરવામાં આવ્યુ હોવાનો દાવો કરી આપના પુણાના નગર સેવક ધર્મેન્દ્ર વાવલિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે સુરત એપીએમસીમાં વેપારીઓ પાસેથી કમિશન એજન્ટ દ્વારા માલ વેચાણની અવેજમાં છ ટકા કમિશન લેવાનો ધારો હોવા છતા આપના સ્ટીંગમાં કેટલાક દલાલો છથી આઠ ટકા દલાલી લેતા હોવાનું […]
દમણની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી
હાલ કોરોના મહામારીમાં લોકોને એમ્બ્યુલન્સની સમય સમયે જરૂર રહેતી હોય છે. દર્દીઓને સમયસર એમ્બ્યુલન્સ મળતી નથી ત્યારે આ એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે. લોકોની આરોગ્ય સેવા માટે ફાળવેલી દમણની સરકારી એમ્બ્યુલન્સમાં કોરોના મહામારી વચ્ચે દારૂની હેરાફેરી કરતા એક ઈસમને પારડી પોલીસે ઝડપી પાડ્યો હતો. પારડી બગવાડા ટોલનાકા ને.હા.ન. 48 પર ગુરુવારના રોજ […]
રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 8920 કેસ: 94ના મોત
રાજ્યમાં કોરોના દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, શુક્રવારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 8920 કેસ નોંધાયા છે તેમજ રાજ્યમાં કુલ 94 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં આજે સુરત મનપામાં 24, અમદાવાદ મનપામાં 25, રાજકોટ મનપામાં 8, વડોદરા મનપામાં 8, રાજકોટ ગ્રામ્યમાં5, મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં, […]