મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા નિયંત્રણો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોમાં કોઈ પણ પ્રકારની પેનિક કે અફરા-તફરીભરી સ્થિતિ ન સર્જાય તે માટે “લોકડાઉન” શબ્દનો સીધો ઉપયોગ ટાળ્યો હતો,અલબત તેમણે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હોઈ લોકડાઉન જેવા જ કડક નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં ​​ ​​જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલે રાત્રે 8 વાગ્યાથી સખત નિયંત્રણો લાગૂ થશે. આવતીકાલથી ‘બ્રેક ધ ચેઇન’ અભિયાન શરૂ થશે.​​​​​મહારાષ્ટ્રમાં આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ અટકાવવામાં આવી છે. 15 દિવસ સુધી ફક્ત આવશ્યક સેવાઓ જ યથાવત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *