CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ સો કરોડ રૂપિયાની વસૂલીના આરોપ મામલે FIR નોંધી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મોડી રાત્રે મહારાષ્ટ્રની મુંબઇ, નાગપુર સહિત 12 સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સંક્રમણનું વધતું જોખમ જોતાં CBIની ટીમ PPE કીટ પહેરીને દરોડા પાડી રહી છે. એક ટીમે હજી પણ તેના મુંબઇ સ્થિત સરકારી બંગલા પર દરોડો પાડ્યો છે. મળતી માહિતી મુજબ અનિલ દેશમુખ હાલમાં નાગપુરમાં છે અને ત્યાં એક ટીમ તેમની પૂછપરછ કરી રહી છે. CBI આ પહેલા પૂર્વ ગૃહ પ્રધાનની 11 કલાક પૂછપરછ કરી ચૂકી છે.
