સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક અઠવાડિયામાં પાંચમી વખત વધારો કરવામાં આવ્યા બાદ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. આ ભાવવધારાના પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના પરભાણીમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને વટાવી ગયું છે. જાહેર ક્ષેત્રની ઈંધણ કંપનીઓ દ્વારા જારી કરાયેલ પ્રાઇસ નોટિફિકેશન મુજબ, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 26 પૈસા અને ડીઝલના ભાવમાં 33 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ 18 દિવસ સુધી કિંમતોની સમીક્ષા કરી નહોતી અને 4 મેથી સમીક્ષા ફરીથી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવમાં થયેલો આ પાંચમો વધારો છે. આ વધારા સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ હવે લિટરદીઠ રૂ.91.53ના ભાવે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર રૂ.82.06 થઈ ગઈ છે. સોમવારે મહારાષ્ટ્રના પરભાણીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ.100.20 હતી. આ અગાઉ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પેટ્રોલ રૂ.100 રૂપિયા પ્રતિ લિટરના આંકને પાર કરી ગયું છે. જ્યારે ભોપાલમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ.99.55 પર પહોંચી ગઈ છે. રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં એક લિટર પેટ્રોલ રૂ.102.42 રૂપિયા અને મધ્યપ્રદેશના અનુપ્પુરમાં રૂ.102.1માં વેચાઈ રહ્યું છે. આ વર્ષમાં બીજી વખત છે જ્યારે કેટલાક ભાગોમાં ઈંધણના ભાવ રૂ.100 પ્રતિ લિટરને પાર કરી ગયા છે.છેલ્લા એક અઠવાડિયામાં થયેલા પાંચ વધારામાં પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂ.1.14 અને ડીઝલની કિંમત રૂ.1.33 વધી છે.
Related Articles
70 વર્ષમાં કોંગ્રેસ ઊભી કરેલી મિલકતો વેચવામાં આવી રહી છે : રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહત્વના સેકટરોમાંની મિલકતોને મોનેટાઇઝ કરવાની કેન્દ્રની હિલચાલને આજે વખોડી હતી અને જણાવ્યું હતું કે મોદી પ્રશાસન અગાઉની સરકારે દ્વારા ૭૦ કરતા વધુ વર્ષોમાં પ્રજાના નાણાથી બંધાયેલ દેશના મુગટના રત્નો વેચવાની પ્રક્રિયામાં છે. અહીં એક પત્રકાર પરિષદને દેશના ભૂતપૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની સાથે સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ […]
દક્ષિણના રાજ્યોમાં કોરોનાની ગંભીર સ્થિતિ
કેરળ(KERELA) માં ત્રણ મહિનાના સમયગાળા પછી બુધવારે 30,000થી વધુ વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે ત્યાંનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ (ટીઆરપી) વધીને 19 ટકા થયો છે. દક્ષિણના રાજ્યમાં બુધવારે 31,445 નવા કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. જ્યારે, વધુ 215 મોત સાથે કુલ મૃત્યુઆંક 19,972 પર પહોંચી ગયો છે. આ અગાઉ કેરળમાં 20 મેના રોજ કોરોના(CORONA)ના નવા કેસનો […]
એનસીપી નેતા અજીત પવારની પત્નીની સુગર મિલ જપ્ત
એક સમયના ભાજપના સાથીદાર ગણાતા શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને એ સાબિત કરી બતાવ્યું હતું કે, રાજકારણમાં કંઇ પણ અશક્ય નથી. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની વિચારધારામાં ઉત્તર દક્ષિણનો તફાવત છે તેમ છતાં તેઓ સાથે આવી ગયા. ભાજપ પણ અગાઉ વિચારધારાથી બિલકુલ વિપરીત પીડીપી સાથે જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવી […]