અત્યારે ભારત કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહીં દરરોજ 3 લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. ચીન, સાઉદી અરેબિયા, અમેરિકા સહિતના ઘણા દેશો ભારતની મદદ કરવા આગળ આવ્યા છે. હવે ફ્રાન્સે પણ ભારતને મદદ કરવા માટે હાથ પણ લંબાવ્યો છે. ફ્રાન્સની સરકારે જાહેરાત કરી છે કે તે કોરોના સામેની આ લડાઇમાં ભારતને જલદી રાહત પહોંચાડવા માટે મદદ કરશે. ફ્રાન્સ ભારતને 8 ઉચ્ચ ક્ષમતાવાળાં ઓક્સિજન જનરેટર આપશે, આ ઉપરાંત 2000 દર્દી માટે 5 દિવસનો લિક્વિડ ઓક્સિજન પણ મોકલશે. આ સાથે જ ફ્રાન્સ 28 વેન્ટિલેટર અને ICUનાં સાધનો પણ ભારતને આપશે. ફ્રાન્સના રાજદૂત ઈમેન્યુએલ લૈનેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.
