વિશ્વના સૌથી મોટા ડીજીટલ ચલણ બિટકોઇનનો ભાવ આજે વધીને ફરીથી ૬૦૦૦૦ ડૉલરની સપાટી વટાવી ગયો હતો. ભારતીય સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે આજે બપોર ૧૨.૧૦ વાગ્યે બિટકોઇન ૬૦૬૭પ.૮૭ પર ટ્રેડ કરતો હતો જે ૪.પ ટકા ઉંચો હતો, જ્યારે અન્ય ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમનો ભાવ ૪.૭ ટકા વધીને ૨૧૭૩.૬૩ પર બોલાતો હતો. બિટકોઇનમાં સતત છ મહિનાથી ડબલ ડિજિટના રિટર્ન પછી ક્રિપ્ટો માર્કેટમાં ઉઠાપટક છેલ્લા કેટલાક સપ્તાહથી સર્જાઇ હતી. અલબત્ત, નિષ્ણાતો જણાવે છે કે ક્ષિતીજ પર હજી નોંધપાત્ર ગતિની નિશાનીઓ દેખાઇ રહી છે. વર્ષ ૨૦૧૭ દરમ્યાન, વિશ્વની સૌથી મોટી અને સૌથી જાણીતી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન ૭૭૭.૭૬ ડૉલર પર હતી અને તે વર્ષના અંતે તેનો ભાવ ૧૯૪૯૭.૪૦ ડૉલર પર બોલાતો હતો. આ વર્ષમાં અત્યાર સુધીમાં બિટકોઇનનો ભાવ ૧૦૪ ટકા ઉંચકાયો છે. ઐતિહાસિક આંકડાઓ સંકેત આપે છે કે કેલેન્ડર વર્ષનો બીજો ત્રિમાસિક ગાળો સામાન્ય રીતે બિટકોઇન અને ઇથરીયમ – એ બંને ડિજિટલ ચલણો માટે પોઝિટિવ કમાણીનો સમયગાળો હોય છે. વર્ષ ૨૦૧૧થી આ બીજા ક્વાર્ટરમાં બિટકોઇને સરેરાશ ૨પ૬ ટકા વળતર આપ્યું છે, જ્યારે કે ઇથેરિયમે ૨૦૧૬થી બીજા ક્વાર્ટરમાં સરેરાશ ૧૪૧ ટકા વળતર આપ્યું છે. ૨૦૧૮ના બીજા ક્વાર્ટરના અપવાદ સિવાય બિટકોઇને બીજા ક્વાર્ટરમાં હંમેશા પોઝિટિવ રિટર્ન આપ્યું છે. સંસ્થાકીય માગ અને અમેરિકામાં ૧.૯ ટ્રિલિયન ડોલરનું કોવિડ-૧૯ પેકેજ પસાર થયું તેણે માર્ચમાં બિટકોઇનને વધવામાં ઘણી મદદ કરી છે. જો કે સતત અપટ્રેન્ડ પછી થોડી અસ્થિરતા પણ સર્જાઇ હતી અને બિટકોઇનનો ભાવ ૪૦ ટકા પોઇન્ટ અને માસ ટુ માસના ધોરણે ૬૩ ટકા જેટલો ગગડી ગયો હતો જે હવે ફરી ઉંચકાવા લાગ્યો છે.
Related Articles
બાંગલાદેશમાં માલવાહક જહાજ સાથે બોટ ભટકાતા 27નાં મોત
આ બનાવ નારાયણગંજ જિલ્લામાં રવિવારે સાંજે બન્યો હતો. પાંચ મૃતદેહો કાલે જ મળી ગયા હ તા જ્યારે આજે વધુ ૨૨ મૃતદેહો મળી આવ્યા હતા. એક મોટી ક્રેન સાથે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. નેવી, કોસ્ટગાર્ડ, ફાયર સેવાઓ અને પોલીસના અધિકારીઓ સહિતને એક બચાવ ટીમ કામે લગાડવામાં આવી હતી. આજે બાંગલાદેશ જળ પરિવહન સત્તામંડળે જણાવ્યું […]
તાલિબાનોને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાનનું ખુલ્લું સમર્થન
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે તાલિબાનોને ખુલ્લું સમર્થન આપતા હોય તે રીતે કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકોએ ગુલામીની સાંકળો તોડી નાખી છે. પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધીના દેશભરના સમાન અભ્યાસક્રમનો આરંભ કરાવવા માટેના એક સમારંભમાં પ્રવચન કરતા ઇમરાન ખાને કહ્યું હતું કે જ્યારે તમે કોઇ બીજાની સંસ્કૃતિ અપનાવો છો અને માનો છો કે તે વધુ […]
મમતાની બંગાળમાં જીત, કેરળ, તામિલનાડુમાં પણ ભાજપનો પરાજય
કોરોનાની મહામારી વચ્ચે રવિવારે દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે. આ જંગમાં સૌથી વધુ નજર હતી ત્યાં પશ્ચિમ બંગાળન મુખ્યમંત્રી મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે હરીફ પક્ષ ભાજપને કારમો પરાજય આપીને સતત ત્રીજી વખત સત્તા હાંસલ કરવા જઇ રહ્યો છે. બીજી બાજુ ભાજપે આસામમાં સત્તા જાળવીને આબરૂ બચાવી લીધી […]