કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રવિવારે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે જેમાં પ્રવર્તમાન કોરોનાની બીજી લહેરને પગલે માકૂફ રખાયેલી ધોરણ 12ની પરીક્ષા યોજવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી રમશે પોખરિયાલે જણાવ્યું કે, રવિવારે અગત્યની બેઠક મળશે. આ બેઠક રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાશે તેમજ કેન્દ્રીય મહિલા અને બાળક વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ આ બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં દરેક રાજ્યોના શિક્ષણ મંત્રી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવોને પણ ઉપસ્થિત રહેવા જણાવાયું છે. ધો. 12ની માકૂફ રાખવામાં આવેલી પરીક્ષા પુનઃ લેવા માટે શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સહિત અન્ય હિસ્સેદારોનો મત પણ જાણ્યો હતો. આવતીકાલે સવારે 11.30 કલાકે બેઠક યોજાશે. આ પૂર્વે રાજ્યોના શિક્ષણ સચિવો સાથે પરામર્શ પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં ધો. 12ની પરીક્ષાને માકૂફ રાખવાની ફરજ પડી હતી. હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી સહિત અન્ય દિગ્ગજ મંત્રીઓ તેમજ તમામ રાજ્યોના સીએમ અને સચિવો સાથે રવિવારની બેઠકમાં ધો. 12ની પરીક્ષા પુનઃ યોજવા અંગે કોઈ નિષ્કર્ષ આવે તેવી સંભાવના છે. જો કે પરીક્ષા યોજવા માટે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની સુરક્ષાનું પુરતું ધ્યાન રાખવામાં આવશે.આ ઉપરાંત ધો. 12 પછી યોજાતી અન્ય પ્રોફેશનલ કોર્સ માટેની પરીક્ષાની તારીખો અંગે પણ વિચારણા આ બેઠકમાં થઈ શકે છે. કોરોના મહામારીને લીધે દેશમાં શૈક્ષણિક કાર્ય ખોરવાતા બોર્ડ પરીક્ષાઓમાં વિધ્ન આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રાલયે તમામ રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતા ના વધે તે માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સુચનોને આધારે ધો. 12ની પરીક્ષા અંગે એક નક્કર નિર્ણય જરૂરી છે જે તમામ વિદ્યાર્થીઓના હિતમાં હોય. અગાઉ સીબીએસઈએ 14 એપ્રિલના રોજ ધો. 10ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી અને ધો. 12 બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી હતી. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સીબીએસઈએ જણાવ્યું હતું કે ધો. 12ની પરીક્ષા 1 જૂન પછી યોજાઈ શકે છે. કેટલાક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ વર્તમાન મહામારીની સ્થિતિમાં ધો. 12ની પરીક્ષા રદ કરવા માંગ કરી રહ્યા છે. માર્ચ 2020થી કોરોના મહામારીની પ્રથમ લહેર વકરતા શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની ફરજ પડી હતી. જો કે કેટલાક રાજ્યોમાં શાળાઓએ ગત વર્ષે ઓક્ટોબરમાં આંશિક કામગીરી શરૂ કરી હતી પરંતુ કોરોનાની બીજી લહેર આવી પહોંચતા પુનઃ ફિઝિકલ શિક્ષણકાર્ય બંધ કરવાની ફરજ પડી હતી.
Related Articles
સીબીઆઇ કાર્યાલય બહાર ટીએમસી કાર્યકરોના દેખાવ
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એક વખત ઉથલ-પાથલ સર્જાઈ છે. સીબીઆઈએ ટીએમસીના 2 મંત્રી સહિત 4 નેતાઓની ધરપકડ કરી ત્યાર બાદ રાજકીય ભૂકંપ વ્યાપ્યો છે. ટીએમસીના નેતાઓની ધરપકડ બાદ સીબીઆઈના કાર્યાલયની બહાર ટીએમસીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સીબીઆઈના કાર્યાલય બહાર ટીએમસીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન રોકવા માટે પોલીસે […]
દેશમાં કોરોનાના નવા 2,34,692 કેસ અને 1341 મોત
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 2,34,692 કેસ અને 1,341 મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કુલ કેસનો આંકડો વધીને 1,45,26,609 અને મૃત્યુઆંક વધીને 1,75,649 થઈ ગયો છે. એમ આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું.સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 16 લાખને વટાવી ગઈ છે.દેશમાં સતત 38 દિવસથી કોરોના સંક્રમણમાં વધારો […]
કોંગ્રેસે રાહુલ ગાંધીના જન્મદિનને સેવા દિન તરીકે ઉજવ્યો
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી શનિવારે 51 વર્ષના થઈ ગયા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ તેમના જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી. રાહુલ ગાંધીએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ ગાંધીનો જન્મ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પરિવારમાં 19 જૂન, 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. દિલ્હી કૉંગ્રેસે આ દિવસને ‘સેવા દિવસ’ તરીકે […]