ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 2,73,810 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો 1.50 કરોડને વટાવી ગયો છે. સોમવારે અપડેટ થયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં એક્ટિવ કેસનો આંકડો 19 લાખને વટાવી ગયો છે. સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કુલ કેસનો આંકડો વધીને 1,50,61,919 થઈ ગયો છે. જ્યારે દેશમાં નવા 1,619 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,78,769 થઈ ગયો છે. દેશમાં સતત 40 દિવસથી કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે જેના કારણે એક્ટિવ કેસની સંખ્યા વધીને 19,29,329 થઈ ગઈ છે. જે કુલ કેસના 12.81 ટકા છે. જ્યારે કોરોના સામે રિકવરી રેટ ઘટીને 86 ટકા થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં કોરોનાને માત આપનાર લોકોની સંખ્યા વધીને 1,29,53,821 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થઈ ગયો છે. આઇસીએમઆર અનુસાર, રવિવારે 13,56,133 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે 18 એપ્રિલ સુધીમાં કુલ 26,78,94,549 ટેસ્ટ કારવામાં આવ્યા છે.
Related Articles
મુંબ્રા વિસ્તારની પ્રાઇમ ક્રિટીકેર હોસ્પિટલમાં આગ, 4નાં મૃત્યુ
મહારાષ્ટ્રના થાણેના મુંબ્રા વિસ્તારમાં બુધવારે સવારે 3 વાગ્યે પ્રાઈવેટ હોસ્પિટલ પ્રાઈમ ક્રિટીકેરમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં 4 દર્દીનાં મૃત્યુ થયાં છે અને લગભગ 20 દર્દીને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આગ પછી ICUમાં દાખલ થયેલા 6 લોકોના શિફ્ટિંગ દરમિયાન 4નાં મોત થયાં છે.
કોરોનામાં મોદીની કાર્યશૈલી માફીને લાયક નથી : ધ લેન્સેટ
મેડિકલ રિસર્ચ જર્નલ ‘ધ લેન્સેટ’એ તેના એક સંપાદકીયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલી અંગે આકરી ટિપ્પણી કરી છે. તેણે લખ્યુ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્ય માફીને લાયક નથી. તેમણે ગયા વર્ષે કોરોના મહામારીનું સફળ નિયંત્રણ કર્યા બાદ બીજી લહેરનો સામનો કરવામાં જે ભૂલ થઈ છે તેની જવાબદારી લેવી જોઈએ. ધ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ […]
અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતાને હોસ્પિટલમાં ખસેડાયાં
દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક સ્તરે છે તેની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલને શુક્રવારે સાકેત ખાતે આવેલી મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર કરી રહેલા તબીબોએ તેમનાં સ્વાસ્થય અંગે કોઇ જ ફોડ પાડ્યો નથી. 20મી એપ્રિલે સુનિતા કેજરીવાલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓ ક્વોરન્ટાઇન થઇ ગયા હતા અને તેમનો બીજો […]