દેશમાં કોરોનાના નવા 2,34,692 કેસ અને 1341 મોત

ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 2,34,692 કેસ અને 1,341 મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કુલ કેસનો આંકડો વધીને 1,45,26,609 અને મૃત્યુઆંક વધીને 1,75,649 થઈ ગયો છે. એમ આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું.સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 16 લાખને વટાવી ગઈ છે.દેશમાં સતત 38 દિવસથી કોરોના સંક્રમણમાં વધારો નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 16,79,740 પર પહોંચી ગઈ છે. જે કુલ કેસના 11.56 ટકા છે. જ્યારે દેશમાં રિકવરી રેટ ઘટીને 87.23 ટકા થઈ ગયો છે.આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં કોરોનાને માત આપી સાજા થનાર લોકોની સંખ્યા 1,26,71,220 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક ઘટીને 1.21 ટકા થઈ ગયો છે.ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, દેશમાં શુક્રવારે કરવામાં આવેલા 14,95,397 ટેસ્ટ સહિત દેશમાં અત્યાર સુધીમાં કુલ 26,49,72,022 ટેસ્ટ કરવામાં આવ્યા છે.આરોગ્ય મંત્રાલયની માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં 63,729, ઉત્તરપ્રદેશમાં 27,426 અને દિલ્હીમાં 19,486 કેસ નોધાયા હતા. ગત વર્ષે શરૂ કોરોના મહામારીથી આ ત્રણ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તેમજ, પશ્ચિમ બંગાળ જ્યાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યાં કોરોનાના એક દિવસના સૌથી વધુ 6,910 કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 398 મોત નોંધાયા હતા. ત્યારબાદ દિલ્હીમાં 141, છત્તીસગઢમાં 138, ઉત્તર પ્રદેશમાં 103, ગુજરાતમાં 94, કર્ણાટકમાં 78, મધ્યપ્રદેશમાં 60, પંજાબમાં 50, તમિળનાડુમાં 33 અને રાજસ્થાનમાં 31 મોત નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *