પીએમ મોદીએ આજે પોતાના મત વિસ્તાર વારાણસીના ડોકટરો સાથે ઓનલાઈન વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કોરોના માટે થયેલી વ્યવસ્થાને લઈને સીએમ યોગી આદિત્યનાથ અને અધિકારીઓના વખાણ પણ કર્યા હતા.આ વાતચીત દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા અને તેમણે કોરોનાથી મોતને ભેટનારા લોકોને શ્રધ્ધાંજલી આપી હતી અને આ દરમિયાન માર્યા ગયેલા ડોકટરોને યાદ કરતી વખતે તેમની આંખોમાંથી આંસુ છલકયા હતા. તેમણે કહ્યુ હતુ કે, કોરોના સામેના જંગમાં ડોકટરોનુ યોગદાન પ્રશંસાપાત્ર છે.આ વાતચીત દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, કોરોના વાયરસે આપણા કેટલાય સ્વજનોને આપણી વચ્ચેથી છીનવી લીધા છે. આ તમામ લોકોને હું શ્રધ્ધાંજલિ આપુ છું અને તેમના પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરુ છું. કાશીના એક સેવક હોવાના નાતે હું આ જંગમાં મદદ કરનાર કાશીના દરેક નાગરિકનો અને ખાસ કરીને ડોકટરો, નર્સ, ટેકનિશિયન, વોર્ડ બોય, એમ્બ્યુલન્સ ડ્રાઈવર તમામનો આભાર માનુ છું. તમે જે કામ કર્યુ છે તે બિરદાવવા લાયક છે.બનારસે જે ઝડપથી આટલા ઓછા સમયમાં ઓક્સિજન તેમજ આઈસીયુ બેડની સંખ્યા વધારી છે તે ખરેખર ઉદાહરણીય છે.તેમણે ડોકટરોને કહ્યુ હતુ કે, તમારી તપસ્યાના કારણે આ મહામારીને આપણે નિયંત્રીત કરી શક્યા છે.જોકે હજી સંતોષ પામવાનો સમય નથી. લાંબી લડાઈ લડવાની છે. બનારસ અને પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન આપવાનુ છે. ગામડાઓમાં જે રીતે દવાઓ વહેંચવામાં આવી રહી છે તે સારી પહેલ છે. આ અભિયાનને ગ્રામીણ વિસ્તારમાં શક્ય હોય તેટલુ વ્યાપક બનાવવાનુ છે.આપણી આ લડાઈમાં હવે બ્લેક ફંગસનો પડકાર પણ ઉભો થયો છે. તેનાથી કામ પાર પાડવા જરુરી સાવધાની રાખવી પડશે.
Related Articles
જીએસટીની સમીક્ષા માટે બે કમિટી બનાવાઇ
નાણાં મત્રાલયે રાજ્યોના નાણાં પ્રધાનોની 2 કમિટિ બનાવી છે જેઓ વર્તમાન વેરા સ્લેબ અને જીએસટીમાંથી બાકાત વસ્તુઓની સમીક્ષા કરશે, વેરા ચોરીના સંભાવિત સ્ત્રોતોની ઓળખ કરશે અને આવક વેરા પદ્ધતિમાં ફેરફારો સૂચિત કરશે. દરોને તર્કસંગત બનાવવા માટેના મંત્રીઓનો સમૂહ (જીઓએમ) ઈન્વર્ટડ ડ્યુટી સ્ટ્રક્ચરની પણ સમીક્ષા કરશે અને વેરા દરના સ્લેબને મિશ્રિત કરવા સહિતના તર્કસંગત પગલાંઓની ભલામણ […]
ભારત લીલીઝંડી આપે તો અમેરિકા વેક્સિન મોકલવા તૈયાર
અમેરિકાએ મંગળવારે કહ્યું હતું કે, ભારત સરકાર તરફથી લીલીઝંડી મળ્યા બાદ તેઓ કોરોના રસીના ડોઝ ઝડપી મોકલવા તૈયાર છે. અમેરિકાને કહ્યું હતું કે, રસીનું દાન સ્વીકારવા માટે અમારી આ સંબંધિત કાયદાકીય જોગવાઈઓની સમીક્ષા કરવા માટે હજુ સમયની જરૂર છે. રાજ્ય સરકારના પ્રવક્તા નેડ પ્રાઈસે પોતાની દૈનિક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારત સરકાર તરફથી […]
મનકી બાતને કારણે ઓલ ઇન્ડિયા રેડિયોને 10.64 કરોડની આવક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ને 2014માં શરૂ થયા પછી અત્યાર સુધી 30.80 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. જેમાં સૌથી વધુ 10.64 કરોડની આવક વર્ષ 2017-18માં થઈ હતી. એમ રાજ્યસભાને સોમવારે જાણ કરવામાં આવી હતી. ‘મન કી બાત’ કાર્યક્રમ અખિલ ભારતીય રેડિયો અને દૂરદર્શનની વિવિધ ચેનલોમાં માધ્યમે દર મહિનાના અંતિમ રવિવારે […]