ચીનમાં હવે ત્રણ બાળકો પેદા કરવા માટે અપાઇ મંજૂરી

ચીન વૃદ્ધ થતી વસ્તી અને ધીમી ગતિએ વધતી વસ્તીથી ચિંતિત છે. જેના પગલે ચીન સરકારે પરિવાર નિયોજનના નિયમોમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. હવે ચીનમાં કપલ ત્રણ બાળકો પેદા કરી શકશે. અગાઉ ચીનમાં માત્ર બે બાળકો પેદા કરવાની પરવાનગી હતી. હાલમાં જ ચીનની વસ્તીના આંકડા સામે આવ્યા હતા. જેમાં એ વાત સામે આવી હતી કે ચીનમાં વસ્તીઓનો એક મોટો ભાગ ઝડપથી વૃદ્ધ થઇ રહ્યો છે. આવામાં ચિંતિત ચીને આ પગલું ભર્યું છે. ચીની મીડિયા પ્રમાણે, નવી પોલિસીને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મંજૂરી મળી ગઇ છે. એટલે કે દાયકાઓથી ચાલી રહેલી ટૂ-ચાઇલ્ડ પોલિસીને ચીનમાં દૂર કરવામાં આવી છે. તાજેતરમાં જ ચીને વસ્તીના આંકડા જાહેર કર્યા હતા. જે અનુસાર, છેલ્લા દાયકામાં ચીનમાં બાળકો પેદા થવાની સરેરાશ સૌથી ઓછી હતી. આનું મુખ્ય કારણ ચીનની ટૂ-ચાઇલ્ડ પોલિસી ગણાવવામાં આવી હતી. આંકડા અનુસાર, ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન ચીનમાં જનસંખ્યા વધવાની ગતિ ૦.૫૩ ટકી હતી, જ્યારે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૦ દરમિયાન આ ગતિ ૦.૫૭ ટકા હતી. એટલે છેલ્લા બે દાયકામાં ચીનનમાં જનસંખ્યા વધવાની ગતિ ઘટી છે. વર્ષ ૨૦૨૦માં ચીનમાં માત્ર ૧૨ મિલિયન બાળકો પેદા થયા, જ્યારે ૨૦૧૬માં આ આંકડો ૧૮ મિલિયન હતો. એટલે ચીનમાં વર્ષ ૧૯૬૦ બાદ બાળકો પેદા થવાની સંખ્યા પણ સૌથી ઓછી થઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *