રાજકોટમાં જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું. ગોંડલ પંથકના વાવડીમાં અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં. વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી. ભારે બાફરાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે. વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉનાળુ બાજરી, તલ, મગફળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ સેવાય રહી છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો અને સાંજના સમયે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો પર પડ્યા પર પાટા જેવો ઘાટ આ વર્ષે થયો છે. અગાઉ ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિનો માર સહન કરી ચૂકેલા ધરતીપુત્રોને હવે ઉનાળુ પાકમાં માવઠાંનો માર પડ્યો છે.
Related Articles
સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ : ગલકુંડમાં યુવકને ઇજા
આજરોજ સાપુતારા સહિત ગલકુંડ, શામગહાન અને તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ભારે પવન સાથે પડેલ વરસાદમાં વૃક્ષ ધરાશય થતાં એક ઈસમને ગંભીર ઇજા થઇ હતી. સાપુતારાના ગલકુંડ અને શામગહાનના તળેટી વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ઠેર ઠેર ઝાડ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. ગલકુંડ ગામે ઝાડ તૂટી પડવાથી […]
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિ નહીં ઉજવાઇ
ગુજરાતભરમાં લોકપ્રિય એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી ગત વર્ષની જેમ આ વર્ષે પણ નહીં યોજાય. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને ગાંધીનગર કલ્ચરલ ફોરમે નવરાત્રી આ વર્ષે પણ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતે કોરોનાની બીજી લહેરનો સામનો કર્યો છે. ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાને […]
રાજ્યમાં હવે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે
રાજય સરકારે 36 શહેરોમાં મિનિ લોકડાઉનના નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપી છે. જેના પગલે હવે 4થી જૂનથી તમામ દુકાનો, વાણિજયક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેકસ, માર્કેટીંગ યાર્ડ, હેર કટિંગ સલુન, બ્યૂટી પાર્લર તેમજ વ્યાપારિક ગતિવિધિ સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજયમાં તમામ આવશ્યક સેવાઓ પણ ચાલુ રહેશે. સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને […]