ગુજરાત સરકારે રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા અને પ્રબંધ કર્યા છે. હાલ રાજ્યમાં રોજના આશરે 25 હજાર આવા ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ભરતી થયેલા અને ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં રેમડેસિવિરની તંગી ઊભી ના થાય અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે.
Related Articles
કચરો ભરવાની ગાડીમાં વેન્ટિલેટર સુરત લવાયા
સુરતમાં હાલ આરોગ્ય કટોકટી જેવો માહોલ છે. દરરોજ કોરોનાના રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. આ જ કારણે હૉસ્પિટલોમાં વેન્ટિલેટર ખૂટી પડ્યા છે. દર્દીના જ્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ પડે છે ત્યારે તેમને જીવ બચાવવા માટે વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. સુરતમાં સ્મીમેર હૉસ્પિટલ માં વેન્ટિલેટર ઓછા પડતા તંત્રએ વલસાડથી વેન્ટિલેટર લાવવાની ફરજ પડી છે. […]
અંબાજી દાંતા ફોર લેન ખૂલ્લો મુકતા નિતીન પટેલ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા દાંતા થી અંબાજી સુધીના ૨૨ કિ.મી.ના રસ્તાને ચારમાર્ગીય બનવવાનું કામ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૨૦ કરોડની માતબર રકમથી પૂર્ણ કરવામાં આવ્યું છે. અંબાજીને જોડતા આ ચારમાર્ગીય રસ્તો, ત્રિશુળિયા ઘાટ ઉપર બનાવાયેલા વ્યું પોઇન્ટનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નીતિન પટેલે વધુમાં શક્તિપીઠ અંબાજી […]
દ્વારકામાં સવા કલ્યાણપુરમાં એક ઇંચ વરસાદ
રાજયમાં લો પ્રેશર સિસ્ટમનું જોર ઘટવાના પગલે વરસાદનું જોર પણ ઘટ્યું છે. આજે દિવસ દરમિયાન મોડી સાંજ સુધીમાં રાજયમાં ૯૦ તાલુકામાં હળવો વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ થયો હતો. અરવલ્લીના મેઘરજમાં એક ઇંચ, દ્વારકાના ભાણવડમાં પોણો ઇંચ, અને કચ્છના અબડાસામાં પોણો ઈંચ વરસાદ થયો હતો. જયારે રાણાવાવ અને નડિયાદમાં ૧૯ […]