ગુજરાતમાં એક જ દિવસમાં 67નાં મોત

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે કેસમાં વિક્રમજનક ઉછાળો થઈ રહ્યો છે. તેની સાથે મૃત્યઆંકમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મંગળવારે એક જ દિવસમાં સુરતમાં 22 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ67 દર્દીઓએ જીવ ગુમાવતા હાહાકાર મચી જવા પામ્યો છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 6690 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 69 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં સુરત મનપામાં 22, અમદાવાદમનપામાં 23, રાજકોટ મનપામાં 5, વડોદરા મનપામાં 4, સુરત ગ્રામ્યમાં 3, બનાસકાંઠા અને રાજકોટ ગ્રામ્યમાં 2-2, તેમજ આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ગાંધીનગર, જુનાગઢ અને સાબરકાંઠામાં 1-1 મળી કુલ 67દર્દીઓના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 થયો છે, બીજી તરફ મંગળવારે 2748 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,20,729 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજાથવાનો દર ઘટીને 89.04.95 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મંગળવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 2251, સુરત મનપામાં 1264, વડોદરા મનપામાં 247, રાજકોટ મનપામાં 529,ભાવનગર મનપામાં 81, ગાંધીનગર મનપામાં 54, જામનગર મનપામાં 187 અને જૂનાગઢ મનપામાં 65 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 177 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 34,555,વેન્ટિલેટર ઉપર 221 અને 34,334 દર્દીઓ સ્ટેબલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *