કોરોનાના સંકટ વચ્ચે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે એક ખૂબ જ વિચિત્ર નિવેદન આપ્યું છે. ત્રિવેન્દ્ર સિંહે ગુરૂવારે કોરોના વાયરસ એક જીવિત જીવ છે, જેને જીવવાનો અધિકાર છે તેવું નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયામાં ત્રિવેન્દ્ર સિંહનું આ નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકો જાત-જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હકીકતે પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું હતું કે, ‘દાર્શનિક દૃષ્ટિકોણથી જોઈએ તો કોરોના વાયરસ પણ એક જીવિત જીવ છે, બાકીના લોકોની જેમ તેને પણ જીવવાનો અધિકાર છે, પરંતુ આપણે (મનુષ્ય) પોતાની જાતને સૌથી બુદ્ધિમાન સમજીએ છીએ અને તેને ખતમ કરવા તૈયાર છીએ, આ કારણે જ તે સતત પોતાને બદલી રહ્યો છે.’જો કે, પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મનુષ્યને સુરક્ષિત રહેવા માટે વાયરસથી આગળ નીકળવાની જરૂર છે તેમ પણ કહ્યું હતું. આ નિવેદનને લઈને પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યા છે.
Related Articles
વિપક્ષી દળોએ રાહુલ ગાંધીની બેઠકમાં હાજરી આપી
વિપક્ષી દળોના નેતાઓએ મંગળવારે અહીં કોન્સ્ટિટ્યુશન ક્લબમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આયોજીત નાસ્તાની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં વિપક્ષી એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કૉંગ્રેસના લગભગ 100 સાંસદો ઉપરાંત તૃણમૂલ કૉંગ્રેસ, એનસીપી, શિવસેના, ડીએમકે, સીપીઆઈ-એમ, સીપીઆઈ, આરજેડી અને સમાજવાદી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. આ […]
USથી 1,25,000 રેમડેસિવિર લઈને ભારત પહોંચ્યું વિમાન
અમેરિકાએ ભારતને મોકલેલી રેમડેસિવિરની 1,25,000 શીશીઓ સોમવારે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. આ કારણે રેમડેસિવિરની તંગીનો સામનો કરવામાં થોડી મદદ મળશે. આ તરફ કોરોના વાયરસના સંકટ વચ્ચે ઓક્સિજન પૂરો પાડવા ભારતીય વાયુસેનાએ પોતાની તમામ શક્તિ કામે લગાડી છે.આ તરફ ભારતીય વાયુસેનાના સી-17 એરક્રાફ્ટે 4 ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર જર્મનીથી એરલિફ્ટ કરીને હિંડન એરબેઝ પર પહોંચાડ્યા હતા. તે […]
વડોદરાના મદનઝાંપા રોડના શ્યામદાસ યુવક મંડળનો અનોખો ગણેશોત્સવ
વડોદરાના મદનઝાંપારોડ સ્થિત શ્યામદાસ ફળિયાના શ્યામદાસ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીંના મંડપમાં ગણપતિને કરવામાં આવેલો શણગારના ખરેખર દર્શન કરવા જેવા છે. (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં તમે હજી પણ એન્ટ્રી લઇ શકો છો. આ સ્પર્ધામાં જોડાવા માટે નામ, મોબાઇલ નંબર, ગણપતિનો એક જ ફોટો તેમજ […]