આજે પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ મોદીએ એક કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ અને આ દરમિયાન તેમણે દેશની પહેલી ઈલેક્ટ્રોનિક સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, ભવિષ્યની એક યોજના અંગે હું જાકાકરી આપવા માંગુ છું. ગુજરાતના ખૂબસુરત શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિકતા આપવામાં આવશે.આવનારા સમયમાં આ શહેરમાં માત્ર બેટરી આધારિત ફોર વ્હીલર અને બસો જ ચાલશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના એલાન પહેલા 2019માં કેન્દ્ર સરકાર તરફથી કેવડિયામાં માત્ર ઈલેક્ટ્રોનિક વાહનોની અવર જવરને મંજૂરી આપવા માટે પ્રાથમિક યોજના તૈયાર કરી દેવાઈ હતી. નેશનલ ટુરિઝમ એડવાઈઝરી કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને પૂર્વ પર્યટન મંત્રી જે જે એલફોન્સે તે સમયે કહ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા પર્યટકોની સંખ્યામાં હવે વધારો થશે. આવામાં અહીંયા વર્લ્ડ ક્લાસ ટુરિઝમની સુવિધાઓ ડેવલપ કરવાનુ લક્ષ્ય છે. તેમણે તે સમયે કેવડિયામાં દેશના સૌથી પહેલા ઈલેક્ટ્રિકલ વ્હીકલ ટુરિઝમ ઈનિશિએટિવને લોન્ચ કર્યુ હતુ.તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈકો ફ્રેન્ડલી ઈ બાઈક્સનુ લોકાર્પણ કર્યુ હતુ. તે સમયે તેમણે કહ્યુ હતું કે, ઈ બાઈકસના કારણે પર્યટકોને અહીંયા હેરફેર કરવા માટે સરલતા રહશે. સરકાર ઈ બાઈક્સના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહન આપશે. કેવડિયામાં ઈ બાઈક્સના ઉપયોગ યુરોપમાંથી પ્રેરણા લઈને શરુ કરાયો છે. યુરોપના દેશોમાં પર્યટકો ઈ બાઈક્સ વધારે પસંદ કરી રહ્યા છે. જેના કારણે યુરોપમાં ઈ બાઈક્સનુ વેચાણ પણ વધ્યુ છે.
Related Articles
વડતાલ સ્વામિનાયારણ મંદિર દ્વારા ચૈત્રી સમૈયો ઓનલાઇન યોજાશે
વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા તા. ૨૧ એપ્રીલ થી તા. ૨૭ એપ્રીલ સુધી ચૈત્રી સમૈયાનું આયોજન કરવામાં આવેલ છે. આ ચૈત્રી સમૈયો સંપૂર્ણ ઓનલાઇન રહેશે. ચૈત્રસુદ નોમ (રામનવમી) થી ચૈત્ર સુદ પૂર્ણીમા સુધી ઉજવાનારા સાત દિવસીય ચૈત્રી સમૈયા અંતર્ગત ભક્તિચિંતામણી પરચા પ્રકરણ કથાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તાપદે શા.સ્વામી પ્રિયદર્શનદાસજી (પીજ) બિરાજી કથાનું રસપાન […]
વ્યારામાં બિલ્ડરની નિર્મમ હત્યા
તાપીમાં એક બિલ્ડરની સરાજાહેર નિર્મમ હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કારમાં ચાર જેટલા શખ્સો આવ્યા હતા અને તલવારના 15 ઘા મારીને બિલ્ડરને રહેંસી નાખ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બિલ્ડરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ […]
ધોરણ-12 બોર્ડની પરીક્ષાઓ તા. 1 જુલાઇથી યોજાશે
દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-1 માં 50 ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-2 માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે, સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ 100 ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે,વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન […]