ઓડિશા સરકારે કોરોનાના બેકાબૂ કેસોને કાબૂમાં લેવા માટે 5મેથી રાજ્યભરમા 14 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. રવિવારે એક પરિપત્રમાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય સચિવ એસસી મહાપાત્રાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે 5મેથી 19મે સુધી રાજ્યમાં લોકડાઉન અમલમાં આવશે. લોકડાઉન ઉપરાંત શહેરી વિસ્તારોમાં 15મી મેથી વિકએન્ડ શટડાઉન પણ અમલી થશે તેમ તેમણે જણાવ્યું હતું.કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા લોકો આ પ્રકારના કડક નિયમો ઈચ્છતા ના હોવા છતાં રાજ્ય સરકારે લોકોની સુરક્ષા માટે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે તેમ મહાપાત્રાએ ઉમેર્યું હતું. કોરોનાની બીજી લહેરમાં દેશના અન્ય રાજ્યોની જેમ ઓડિશામાં પણ કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
Related Articles
26 ઓગસ્ટે રાષ્ટ્રિય ખેડૂત સંમેલ યોજવામાં આવશે
દેશભરથી ખેડૂત સંગઠનોના 1500 કરતા વધુ પ્રતિનિધિઓ ભેગા થઈને 26 અને 27 ઓગસ્ટના રોજ યોજનારા રાષ્ટ્રીય સંમેલન દરમિયાન ખેડૂત આંદોલનના વ્યૂહ અંગે ચર્ચા કરશે, એમ ખેડૂત નેતાઓએ કહ્યું હતું. 3 વિવાદીત ખેડૂત કાયદાઓની વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનને 9 મહિના પૂર્ણ થવાના અવસર પર આ સંમેલન સિંઘુ બોર્ડર પર આયોજિત કરાશે. ‘અમારા અન્ય કાર્યક્રમોની જેમ રાષ્ટ્રીય સંમેલનમાં […]
મહારાષ્ટ્રના થાણેમાં બિલ્ડિંગનો સ્લેબ પડતાં 7નાં મોત
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ઉલ્હાસનગરમાં શુક્રવારે મોડી રાતે પાંચ માળની ઈમારતનો સ્લેબ ધરાશાયી થયો હતો. એનાથી બિલ્ડિંગમાં રહેતા 7 લોકોનાં મોત થયા છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે, બાકીના લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. તેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બંનેને થાણેની જિલ્લા હોસ્પિટલમાં દાખલ […]
કેપ્ટન અમરિન્દરસિંગ અને અમીત શાહ વચ્ચેની મુલાકાતથી ગરમાટો
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે બુધવારે અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. જેનાથી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની ભાવિ યોજનાઓ પર અટકળો શરૂ થઈ ગઈ હતી. આશરે 45 મિનિટ સુધી ચાલેલી તેમની બેઠક બાદ સિંહે ટ્વિટ કર્યું કે, દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જીને મળ્યો. કૃષિ કાયદા સામે લાંબા સમયથી […]