કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એક અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ કોરોના સામેના યુદ્ધમાં આરોગ્ય તંત્રના કાફલામાં જોડાઇ જાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.આજે કોર કમિટીની મિટિંગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરતાં રૂપાણીએ 150 નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક લેવાનો નિર્ણય કર્યો હતો.
Related Articles
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની દિશામાં ગુજરાતનું મહ્તવપૂર્ણ પગલું
ગુજરાતમાં આયુર્વેદ શિક્ષણ ચિકિત્સા અને શોધ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે જામનગર સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ અને ગુજરાત સરકાર વચ્ચે આજે એમ.ઓ.યુ. કરાયા હતાં. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં આ મહત્વની ઘટનાના સહભાગી થવા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાની હાજરીમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, ગુજરાત […]
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની અચાનક બદલી
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની આજે મંગળવારે અ’મંગળ’ બદલી થઈ છે. તેઓને તાત્કાલિક અસરથી એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુના સચિવ તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો થયા હતા. કોરોનાના કાળમાં ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ તરીકેની જવાબદારી નિભાવનાર જયંતી રવિ અનેક વિવાદોમાં રહ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાંની સાથે જ એકાએક તેમની બદલી થતાં સચિવાલય […]
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ યોજશે વિવનિટ એકઝિબિશન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભારતભરમાં સૌપ્રથમ વખત તા.૧૧થી ૧૩ સપ્ટેમ્બર-ર૦ર૧ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટએક્ઝિબિશન’નું આયોજન કરવામાં આવશે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત યોજાનાર ‘વિવનીટ એક્ઝિબિશન’ એ વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્સટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેક્ચરર્સનેબીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એક્સક્લુસિવ ફેબ્રિક શો હશે. […]