ઉત્તર પ્રદેશના ઇટાવામાં શનિવારે એક ભીષણ અકસ્માત થયો છે. જેમાં એક આઇસર પટલવાના કારણે 11 લોકોના મોત થયા છે. તો આ દુર્ઘટનામાં 41 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા છે. આગરાના પિનાહટથી મુંડન માટે ઈટાવાથી લખના જઈ રહેલી ટ્રક ખાઈમાં ખાબકી હતી. આ ટ્રકમાં એક જ પરિવારના 60થી વધારે લોકો સવાર હતાં. ઘાયલ તમામ લોકોને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. સાથે જ મૃતકોના પરિવારને 2-2 લખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
Related Articles
દોઢ કલાક સુધી ચાલી પીએમ મોદી અને યોગી આદિત્યનાથ વચ્ચે બેઠક
ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ મુલાકાત આશરે દોઢ કલાક સુધી ચાલી હતી. આ મુલાકાત દરમિયામ મુખ્યમંત્રીએ તેમના ચાર વર્ષના કાર્યકાળનો રિપોર્ટ નરેન્દ્ર મોદીને સોંપ્યો છે. આ બેઠક દરમિયાન આવતા વર્ષે આવી રહેલી ઉત્તર પ્રદેશ વિધાન સભાની ચૂંટણી ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. […]
ભારત લીલીઝંડી આપે તો અમેરિકા વેક્સિન મોકલવા તૈયાર
અમેરિકાએ મંગળવારે કહ્યું હતું કે, ભારત સરકાર તરફથી લીલીઝંડી મળ્યા બાદ તેઓ કોરોના રસીના ડોઝ ઝડપી મોકલવા તૈયાર છે. અમેરિકાને કહ્યું હતું કે, રસીનું દાન સ્વીકારવા માટે અમારી આ સંબંધિત કાયદાકીય જોગવાઈઓની સમીક્ષા કરવા માટે હજુ સમયની જરૂર છે. રાજ્ય સરકારના પ્રવક્તા નેડ પ્રાઈસે પોતાની દૈનિક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારત સરકાર તરફથી […]
બ્રેકિંગ : સચિન તેંડુલકરને હોસ્પિટલમાં ખસેડાયો
ક્રિકેટ સમ્રાટ સચિન તેંદુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 27મી માર્ચે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું છે કે તમારી પ્રાર્થના માટે આભાર. તબીબી સલાહ અનુસાર મને હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યો છે. થોડા દિવસમાં જ હું સાજો થઇને ઘરે પરત ફરીશ તેવી મને આશા છે. તમે તમામ પણ પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત […]