કોરોના વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે 1 જૂનથી શરૂ થનારું ચોમાસું એટલે કે વરસાદ સામાન્યથી સારો રહે તેવી શક્યતા છે. હવામાનની માહિતી આપનાર સંસ્થા સ્કાઈમેટ વેધર સર્વિસિઝે જણાવ્યું કે ભારતમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ વરસાદ 907 મિલીમીટર પડી શકે છે. સમગ્ર ભારતમાં ચાર મહિના દરમિયાન સરેરાશ 880.6 મિલીમીટર વરસાદ થાય છે, જેને લોંગ પીરિયડ એવરજે (LPA) કહેવાય છે. સ્કાઈમેટ તેને જ સરેરાશ માનીને ચાલે છે. એટલે કે વરસાદના આ આંકડા 100% માનવામાં આવે છે. આ વર્ષે 907 મિલીમીટર વરસાદ પડશે તેવી શક્યતા છે. 2021માં મોનસૂન દરમિયાન 103% વરસાદ પડવાની સંભાવના છે. 96%થી લઈને 104%ના વરસાદને સામાન્યથી સારો વરસાદ કહેવામાં આવે છે. 2019માં આ આંકડો 110% અને 2020માં 109% રહ્યો હતો. હવે 2021માં સતત ત્રીજા વર્ષે સારા મોનસૂનનો ફાયદો મળશે
