કોરોનાના કપરાંકાળ વચ્ચે રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજાર કરતા અનેક શખ્સો ઝડપાયાં છે. તો વળી અમદાવાદમાં ઓક્સિજનની કાળાબજારી કરતા ત્રણ શખ્સની ધરપકડ કરી પોલીસે 39 બાટલાઓનો જપ્ત કર્યા હતાં. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને 39 જેટલા ઓક્સિજનના સિલિન્ડરો જપ્ત કર્યા હતા. આ સિલિન્ડરો અંગે પૂછપરછ કરતા આ ઓક્સિજન સિલિન્ડરો ઊંચા ભાવે ગરજાઉ લોકોને વેચતા હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં પોલીસે આરોપી ઉર્વેશ મેમણ, તોફિક શેખ અને મોહમ્મદ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Related Articles
જળવાયું પ્રદૂષણ માટે ભાજપ જ જવાબદાર : કોંગ્રેસ
પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકાર સ્ક્રેપ વ્હિકલ પૉલીસી લાવી છે. પ્રથમ દ્રષ્ટિએ ખુબ જ સરસ લાગે તેવી આ વાત છે. પરંતુ સૌથી વધારે પ્રદૂષણ તો ખાડા ટેકરાવાળા રસ્તા અને ધુળીયા રસ્તાઓ ના લીધે થાય છે.” ત્યારે જળ-વાયુ પ્રદૂષણ માટે ભાજપ સરકાર સીધી જવાબદાર છે. જળ-વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે સ્ક્રેપ પૉલીસી […]
મધ્યપ્રદેશના બાલાઘાટમાં પેટ્રોલ 111 રૂપિયે લિટર
બળતણના ભાવમાં ફરી એકવાર વધારો કરાયા બાદ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને નાગાલેન્ડમાં અમુક સ્થળોએ પેટ્રોલના ભાવ આજે લિટરે રૂ. 100ની સપાટીને કૂદાવી ગયા હતા. આજે પેટ્રોલના ભાવમાં લિટરે 35 પૈસા અને ડિઝલમાં 26 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે 100.91 અને ડિઝલનો રૂ. 89.88 થયો છે. યુપીના રામપુર જિલ્લા, છત્તીસગઢના […]
હાર્દિક પટેલના પિતાનું કોરોનાને કારણે અવસાન
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પુત્ર હાર્દિક પટેલ […]