સુપ્રીમ કોર્ટે આજે કોવિડ-૧૯ની સ્થિતિને લગભગ રાષ્ટ્રીય કટોકટી જેવી ગણાવી હતી જ્યારે આ અદાલત વેદાન્તાની તમિલનાડુના તુતીકોરિન ખાતેના તેના સ્ટરલાઇટ કોપર યુનિટને ખોલવા દેવાની અરજી એ ભૂમિકા પર સાંભળવા સંમત થઇ હતી કે તે હજારો ટન ઓક્સિજનનું ઉત્પાદન કરશે અને દર્દીઓની સારવાર માટે મફત આપશે. ચીફ જસ્ટિસ બોબડેના વડપણ હેઠળની બેન્ચ તમિલનાડુ સરકારના વિરોધથી પ્રભાવિત થઇ ન હતી જેણે શરૂઆતમાં વેદાન્તાની અરજીની સુનાવણી સોમવારે હાથ પર લેવા માગ કરી હતી અને તેનો પ્લાન્ટ શરૂ કરવા સામે વિવિધ ભૂમિકા પર વિરોધ કર્યો હતો જેમાં એ દલીલનો પણ સમાવેશ થતો હતો કે આ અરજી સર્વોચ્ચ અદાલત દ્વારા ફગાવી દેવાઇ છે. અમે આ બધુ સમજીએ છીએ. અમે પ્લાન્ટ દ્વારા પર્યાવરણના તમામ ધોરણોનું પાલન થાય તે સુનિશ્ચિત કરીશું અને તેની ઓક્સિજન પ્રોડ્યુસિંગ ફેસિલિટી ચલાવવા દેવાશે. અમારું ધ્યાન ઓક્સિજન પ્લાન્ટ પર છે એમ મુજબ આ બેન્ચે જણાવ્યું હતું. લગભગ રાષ્ટ્રીય કટોકટી જેવી સ્થિતિ છે અને તમે(તમિલનાડુ) તેમાં ઉંબાડિયા ચાંપશો નહીં. અમે તે(વેદાન્તાની અરજી) આવતીકાલે સાંભળીશું એમ બેન્ચે કહ્યું હતું.
Related Articles
બિટકોઇનનો ભાવ ૬૦૦૦૦ ડૉલરને પાર
વિશ્વના સૌથી મોટા ડીજીટલ ચલણ બિટકોઇનનો ભાવ આજે વધીને ફરીથી ૬૦૦૦૦ ડૉલરની સપાટી વટાવી ગયો હતો. ભારતીય સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે આજે બપોર ૧૨.૧૦ વાગ્યે બિટકોઇન ૬૦૬૭પ.૮૭ પર ટ્રેડ કરતો હતો જે ૪.પ ટકા ઉંચો હતો, જ્યારે અન્ય ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમનો ભાવ ૪.૭ ટકા વધીને ૨૧૭૩.૬૩ પર બોલાતો હતો. બિટકોઇનમાં સતત છ મહિનાથી ડબલ ડિજિટના રિટર્ન પછી […]
મુંબઇના પૂર્વ પોલીસ કમિશનરની હાઇકોર્ટમાં અરજી
મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે હાઇકોર્ટમાં એક રિટ પિટીશન દાખલ કરી મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમની વિરૂદ્ધ કરવામાં આવતી કાર્યવાહી અટકાવવાની માગ કરી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે, રાજ્ય સરકાર તરફથી તેમના ઉપર કાર્યવાહી કરતી અટકાવવા માટે કોર્ટ ઉદ્ધવ ઠાકરેને આદેશ આપે. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 4 મેના રોજ રાખી છે. આ ઉપરાંત […]
મેહુલ ચોક્સીને પરત લાવવા પ્રયત્નો
કેરેબિયન ક્ષેત્રમાંથી ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને પરત લાવવા ભારત ડોમિનિકા, એન્ટિગુઆ અને બરબુડાની સરકારો સાથે સંપર્કમાં છે. એમ સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મામલે ભારત એન્ટિગુઆ અને બરબુડા સાથે સંપર્કમાં હતું અને હવે ડોમિનિકા સરકાર સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમે તેમના સંપર્કમાં છીએ. ચોક્સી અને […]