રાજયમાં ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડની અસર હેઠળ તૂટી ગયેલા પાકા મકાનો માટે ૯૫,૧૦૦ – છાપરા- નળિયા ઉડી ગયા હોય તો ૨૫૦૦૦ અને ઝૂંપડાના પુન: નિર્માણ માટે ૧૦ હજારની સહાય રાજય સરકારે જાહેર કરી છે. આજે રાત્રે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્છથાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. તાઉતે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને આવા મકાનોને થયેલા નુકસાન અંગે નુકસાન સહાયના ધોરણો સરકારે જાહર કર્યા છે. તાઉતે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાઉતે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. તાઉતે વાવાઝોડાને પરિણામે રાજ્યમાં સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. ૯૫,૧૦૦ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. અંશત: નુકસાન પામેલા કાચા- પાકા મકાનો એટલે કે છાપરા- નળિયા ઉડી ગયા હોય, કોઇ દિવાલ ધારાશાયી થઈ ગઈ હોય તેવા મકાનો માટે રૂ. ૨૫,૦૦૦ની સહાય અપાશે. આ વાવાઝોડાને પરિણામે જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તે ઝૂંપડાઓ માટે રૂ. ૧૦,૦૦૦ની સહાય તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ- વાડાને થયેલા નુકસાન માટે રૂ. ૫,૦૦૦ની સહાય રાજ્ય સરકાર આપશે.
Related Articles
ચીખલીમાં સાર્વત્રિક વરસાદથી નદીઓ બે કાંઠે
ચીખલી પંથકમાં વધુ ત્રણ ઇંચ વરસાદ વરસતા લોકમાતાઓ બંને કાંઠે વહેવા લાગી હતી. રાત્રિ દરમ્યાન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અંતિમ તબક્કામાં ચોમાસાએ બરાબર જમાવટ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહેલા મેઘરાજા મંગળવારની રાત્રે આક્રમક મૂડમાં જણાતા હતા અને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો […]
રાજ્યમાં આકરી ગરમી, તાપમાનનો પારો 41 ડિગ્રી પર
સવારે વિદર્ભ ઉપર રહેલી સાયકલોનિક સર્કયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ ગુજરાત પર વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. જેના કારણે બફારો વધી જવા પામ્યો હતો. રાજયમાં આજે સરેરાશ ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ રહેવા પામ્યો હતો. બપોરે ૧થી ૫ વાગ્યા સુધી તીવ્ર ગરમી સાથે લૂની અસર પણ વર્તાતી હતી. કોરોના કાળમાં મહાનગરોના રાજમાર્ગો પણ સૂમસામ જોવા મળતાં હતા. […]
કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસ યાત્રા અટકી નથી
કોરોના હોવા છતાં ગુજરાતમાં વિકાસ યાત્રા અટકી નથી. મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આરંભેલી ગુજરાતની વિકાસયાત્રા તેમના કેન્દ્રમાં ગયા પછી પણ અવિરત રહે તેવી વ્યવસ્થા તેમણે ઊભી કરી છે, તેમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહે આજે અમદાવાદમાં કહ્યું હતું. અમિત શાહે અમદાવાદમાં ૨૬૭ કરોડના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહુર્ત કર્યા હતાં. શાહે અમદાવાદમાં મહાનગરપાલિકા, ઔડા અને […]