સોમવારથી ગુજરાતમાં (Gujarat) તણાવ ઉત્પન્ન કરનાર Tauktae વાવાઝોડા (Tauktae Cyclone) આખરે રાજ્યમાંથી વિદાય લેતા લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. મોટાભાગે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આ વાવાઝોડું ગયું હતું એટલે તંત્ર પણ સજ્જ થતાં મોટી જાનહાની થઇ નથી. સોમવારે રાતે જ્યારે દિવ, ઉના, ગીર અને અમરેલી જિલ્લામાંથી આ વાવાઝોડું પસાર થયું ત્યારે પવનની ઝડપ 150 કિલોમીટર આસપાસ હતી. વાવાઝોડું રાજકોટ જિલ્લાના ચોટીલા પાસેથી પસાર થયું ત્યારે અંદાજે 100 કિ.મી.ની ઝડપ હતી. જે બાદ વાવાઝોડાની ગતી થોડી શાંત પડી હતી. અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા વિસ્તારમાંથી આ વાવાઝોડું ગયું ત્યારે તેની પવનની ગતિ આશરે 50 કિલોમીટર રહી હતી. જેના કારણે વ્યારપ પ્રમાણમાં નુકસાન તો થયું છે પરંતુ કોઇ મોટી જાનહાની સર્જાઇ નથી. આજે વડાપ્રધાન મોદી (PM Modi) 11.30 કલાકે ભાવનગર એરપોર્ટ પર પહોંચશે અને વાવાઝોડાથી થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કરશે.આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટક્યું તે બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઉપરાંત ભારે પવનના કારણે વૃક્ષો મોટી સંખ્યામાં ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રાજ્યના 23 જિલ્લાઓના 176 તાલુકાઓમાં આ વાવાઝોડાના કારણે સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.
Related Articles
નિલય જરીવાળાનું શ્રીનાથજીના ડેકોરેશન સાથે શ્રીજીનું સ્થાપન
સુરતના સોનીફળિયા નગરશેઠની પોળ ખાતે રહેતાં નિલય જરીવાળાએ બેકગ્રાઉન્ડમાં રાજસ્થાનના પ્રખ્યાત શ્રીનાથજી મંદિરનું ડેકોરેશન ઉભું કર્યું છે. તેમના શ્રીજીને વધારેમાં વધારે લાઇક કરીને તેમનો ઉત્સાહમાં વધારો કરો.નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં જોડાવવા માટે મંડળ-વ્યક્તિનું નામ સરનામું અને ગણપતિનો ફોટો અને થીમ 9313226223 પર વોટ્સએપ કરો
રાજ્યમાં આકરી ગરમી, તાપમાનનો પારો 41 ડિગ્રી પર
સવારે વિદર્ભ ઉપર રહેલી સાયકલોનિક સર્કયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ ગુજરાત પર વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. જેના કારણે બફારો વધી જવા પામ્યો હતો. રાજયમાં આજે સરેરાશ ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ રહેવા પામ્યો હતો. બપોરે ૧થી ૫ વાગ્યા સુધી તીવ્ર ગરમી સાથે લૂની અસર પણ વર્તાતી હતી. કોરોના કાળમાં મહાનગરોના રાજમાર્ગો પણ સૂમસામ જોવા મળતાં હતા. […]
ગુજરાતમાં સર્વને અન્ન, સર્વને પોષણ યોજના મોદી ખૂલ્લી મૂકશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં આવતીકાલે તા.3જી ઓગસ્ટના રોજ “સર્વને અન્ન, સર્વને પોષણ” સૂત્ર અન્વયે યોજાનારા અન્ન વિતરણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે. પીએમ મોદી રાજ્યની ૧૭ હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી […]