અમદાવાદ – ગાંધીનગર , વડોદરા અને રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેકશન ઉપલબ્ધ નથી ત્યારે આજે સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા એક સામટા 5000 રેમડેસિવિર ઈન્જેકશન સાથે સુરતમાં તેનું એક દર્દી દીઠ એકનું વિતણ શરૂ કરવામાં આવતા આજે ગાંધીનગરમાં રૂપાણી સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી. એક તરફ સમસ્ગ્ર રાજયમાં રેમડેસિવિરની અછત છે ત્યારે સુરતમાં આટલી બધી માત્રામાં રેમડેસિવિર ઈન્જેકશન કેવી રીતે આવ્યા તે મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ગાંધીનગરમાં અને અમદાવાદમાં આજે કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓ રેમડેસિવિર ઈન્જેકશન શોધી રહ્યાં હતા. તેમ છતાં તેમને મળ્યા ન હતા. બીજી બાજુ ઝાયડસ ગ્રુપ દ્વારા પણ રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ બંધ કરી દેવાયુ હતું. સરકારી હોસ્પિટલમાં પણ બધાને સરળતાથી રેમડેસિવિર ઈન્જેકશન આપવામા આવે છે તેવુ પણ માની લેવુ મુશ્કેલ છે. કારણે કે આજે ગાંધીનગર સિવિલમાં જરૂરિયાતવાળા દર્દીઓને પણ આ રેમડેસિવિર ઈંન્જેકશન આપવામા આવ્યા ન હતા. ઝાયડસ ગ્રુપના જ રેમડેસિવિર ઈન્જેકશન સુરત પહોચી ગયા હોય તેમ માનવામાં આવી રહ્યું છે. આજે જયારે અમદાવાદમાં સવારે સીએમ વિજય રૂપાણીને પુછવામાં આવ્યુ કે સુરતમાં ભાજપ દ્વારા 5000 રેમડેસિવિર ઈન્જેકશનનુ વિતરણ કરવામા આવી રહ્યું છે તે કેવી રીતે આવ્યા ? તેવા પ્રશ્નના જવાબમાં રૂપાણીએ કહ્યું હતું કે આ બાબતે સીઆરને પુછો. તેમણે કહ્યું હતું કે પાટીલે રેમડેસિવિર ઈન્જેકશનની વ્યવસ્થા કયાંથી કરી તે તેમને પુછો . સરકારે એક પણ ઈન્જેકશન આપ્યુ નથી.
Related Articles
ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પંકજ કુમારે ચાર્જ લીધો
ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે આજે 1986ની બેચના આઈએએસ પંકજ કુમારે કાર્યભાર સંભાળ્યો હતો. જ્યારે રાજ્ય સરકારે ગૃહ વિભાગનો ચાર્જ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાને સોંપવામાં આવ્યો છે. પકંજકુમારે ગુજરાને વિકાસની દિશામાં વધુને વધુ આગળ લઈ જવા તેમજ કોરોના મહામારી સામે મક્કમતા પૂર્વક લડીને સૌનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે પ્રયત્નશીલ રહેવા […]
રેમડેસિવિર વિતરણ પ્રકરણમાં સીઆર પાટીલને હાઇકોર્ટની નોટિસ
પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તાજેતરમાં સુરતમાં 5000 રેમડેસિવિર ઈન્જેકશન કોરોનાના દર્દીઓના સંબંધીઓને વહેંચ્યા હતા. જેની સામે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરીને પાટીલ સામે પગલા ભરવાની દાદ માંગી હતી.આજે ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચે રીટની પ્રાથમિક સુનાવણી બાદ સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી, આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી, કલેકટર સુરત અને પોલીસ કમિશનર સુરત […]
રાજ્યમાં એક જ દિવસમાં આઠ લાખનું રેકોર્ડબ્રેક વેક્સિનેશન
રાજ્યભરમાં કોરોના વેક્સિન(VACCINE) આપવાની ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી છે. ઓગસ્ટ મહિના દરમિયાન સરકારે સમગ્ર રાજ્યમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવાની વિક્રમજનક કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં ૩૧ ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયા છે, આમ રાજ્યમાં એક […]