રસી લેનારાઓની સુવિધા માટે Cowin પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ જ્યારથી 18-44 વર્ષની વયનાં લોકો માટે રસીકરણ શરૂ થયું છે ત્યારથી, હજારો લોકો દરરોજ Cowin પોર્ટલ પર રસીકરણ અને ખાલી જગ્યાઓ માટે સ્લોટ બુક કરાવવા માટે આવે છે. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે 18-44 વર્ષની વયના લોકો હવે કોઇ પણ એપોઇન્ટમેન્ટ વિના કોઈ પણ સરકારી રસીકરણ કેન્દ્રમાં રજીસ્ટ્રેશન અને એપોઇન્ટમેન્ટ લઈ શકે છે. તેની શરૂઆત આજથી એટલે કે 24 મી મેથી થઈ ગઇ છે.મંત્રાલયે કહ્યું છે કે હવે 18-44 વર્ષના બાળકોને રસી અપાવવા માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી. જો તમે પહેલાથી નોંધણી કરાવી લીધી હોય તો તે સારૂ છે, નહીં તો તમારે રસીકરણ કેન્દ્ર પર નોંધણી કરાવી લેવી પડશે અને તે પછી તમને એપોઇન્ટમેન્ટ અને રસી મળશે. મંત્રાલયે કહ્યું છે કે ઓનલાઇન નિમણૂક દરમિયાન ઘણી જગ્યાએ રસી બરબાદ થતી હોવાનાં રિપોર્ટ પ્રાપ્ત થયા છે, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.મંત્રાલય વતી કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ સંદર્ભે જાણ કરવામાં આવી છે. અલગ-અલગ રાજ્યોનાં નિર્ણય બાદ જ ત્યાં ઓનસાઇટ નોંધણી અને એપોઇન્ટમેન્ટ મળશે. એટલે કે અંતિમ નિર્ણય રાજ્ય સરકારના હાથમાં છે.મંત્રાલય દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ સુવિધા હાલમાં ફક્ત સરકારી રસીકરણ કેન્દ્રમાં ઉપલબ્ધ છે. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં ફક્ત 45 વર્ષથી ઉપરના લોકોને એપોઇન્ટમેન્ટ વિના રસી આપવામાં આવી હતી, જ્યારે 18-64 વર્ષના લોકોએ Cowin પોર્ટલ પર નોંધણી કર્યા પછી ઓનલાઇન સ્લોટ બુક કરાવવી પડતી હતી, જેમાં લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.
Related Articles
ચીનના રોવરનુ મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઉતરાણ
લશ્કરી મોરચે અમેરિકાને હંફાવી રહેલા ચીને હવે અવકાશી ક્ષેત્રે પણ હરણફાળ ભરવા માંડી છે. ચીન માટે આજનો દિવસ મહત્વનો છે. ચીનનુ જુરોંગ નામનુ રોવર સાત મહિનાની અંતરીક્ષની મુસાફરી બાદ અને ત્રણ મહિના સુધી મંગળની ભ્રમણકક્ષાની પરિક્રમા કર્યા બાદ મંગળ પર ઉતરાણ કરવામાં સફળ રહ્યુ છે. ઉતરાણ વખતેની સાત મિનિટ સૌથી મહત્વની હતી. જોકે આ આકરી […]
જમ્મુ કાશ્મીર : પીડીપી સિમાંકન પ્રક્રિયામાં ભાગ નહીં લેશે
પીડીપી અને એએનસીને બાદ કરતા કાશ્મીરના તમામ પ્રમુખ રાજકીય પક્ષો મુલાકાતી સીમાંકન પંચને મળશે. તેઓ મંગળવારે અહી પહોંચીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં નવા મતદાન ક્ષેત્રોના નિર્માણ માટે પ્રત્યક્ષ જાણકારી એકત્રિત કરશે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ અને અવામી નેશનલ કોન્ફરન્સ (એએનસી)ની આગેવાની હેઠળની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પીપલ્સ અલાયન્સ ફોર ગુપ્કર ડિક્લેરેશન (પીએજીડી)ના ઘટકો છે. પીડીપીએ સીમાંકન […]
રસીકરણની નિતીમાં અદાલતી હસ્તક્ષેપને અવકાશ નથી : કેન્દ્ર
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ રસીકરણ માટેની પોતાની નીતિને વાજબી ગણાવી છે અને કહ્યું છે કે રોગચાળા સામેનો તેનો પ્રતિસાદ અને વ્યુહરચના સંપૂર્ણપભણભે નિષ્ણાત તબીબી અને વૈજ્ઞાનિક અભિપ્રાયોથી દોરવાયેલ છે જેમાં અદાલતી હસ્તક્ષેપને ભાગ્યે જ કોઇ અવકાશ છે, કેન્દ્રે એ બાબત પર ભાર મૂક્યો હતો કે તમામ વયજૂથના નાગરિકોને દેશભરમાં મફત રસી મળશે. વૈશ્વિક રોગચાળામાં, […]