ભાવનગર નજીકના સિહોર પાસે આવેલા પ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિર પાસેના ખોડીયાર તળાવમાં એક માતાએ તેમના બન્ને કુમળી વયના સંતાનોને પાણીમાં ડૂબાડી મોતે ઘાટ ઉતારી દેતાં ચક્યાર મચી છે. જોકે, ખુદ જનેતાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેને લઈ સિહોર પોલીસે તજવીજ હાથ ધરી છે. સિહોર પોલીસમાં અજયભાઈ જેન્તીભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું ભાડાના મકાનમાં પોપટભાઈની વાડી રેલ્વે હોસ્પિટલ પાછળ મકાન ભાડે રાખી રહું છું અને હીરાના કારખાનામાં કામ કરું છું, મારા લગ્ન બાર વર્ષ પહેલા બોટાદ ખાતે થયા હતા, મારે દીકરી દ્રષ્ટિ (ઉ.વ.નવ વર્ષ) અને ધાર્મિક (ઉ.વ. છ વર્ષ) છે. હું જ્યારે સવારે કામે જાવા નિકળિયો ત્યારે મારી પત્ની તથા બાળકો ઘરે જ હતા, ત્યારે સાંજના સાડા ચાર વાગે મારી પત્નીએ મને ફોન કરીને કહ્યું કે બંને બાળકો ને લઈ રાજપરા ખોડિયાર મંદિર દર્શન આવ્યા છીએ. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો ત્યારે બાદ સાંજના સાડા સાતેક વાગે અરસામાં મારા પત્નિના મોબાઈલમાંથી મને મિસ્કોલ આવતા મેં તેમાં ફોન કરતા કોઈ ભાઈએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે તમે જલ્દી રાજપરા ખોડિયાર મંદિરના તળાવ પાસે આવો તમારી પત્નીએ તમારા બંને બાળકોને ડુબાડી દીધા છે.
Related Articles
મુખ્યમંત્રી રેમડેસિવિર પુરા પાડવામાં નિષ્ફળ : શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે, ત્યારે કોરોનાને હરાવવાની લડાઈમાં ક્યારેય રાજનીતિ ન હોય શકે. બીજી તરફ સંખ્યાબંધ દર્દીઓ રેમડેસીવીર ઇન્જેક્શન માટે ફાંફા મારી રહ્યા છે, તે બતાવે છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રેમડેસીવીર ઇન્જેક્શન પૂરા પાડી શક્યા નથી. તો વળી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલે એકલાએ જ 5000 રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો મેળવીને સાબિત […]
ગણેશોત્સવમાં ડીજે વગાડવા દેવા વ્યારા ભાજપની માગ
વ્યારા નગર ભાજપ સંગઠન દ્વરા ગણેશજીના આગમન તથા વિસર્જન દરમ્યાન ડી.જે. તથા વાજીંદ્રો વગાડવાની પરવાનગી આપવા જિલ્લા અધિક નિવાસી કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. આવેદનમાં જણાવ્યુ હતુ કે આગામી સપ્તાહ દરમ્યાન ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોઈ, સંપુર્ણ તાપી(TAPI) જીલ્લામાં તેમજ વ્યારા શહેરમાં આનંદ અને ઉત્સાહભેર સાથે આ પ્રસંગની ઉજવણી થનાર છે. સમગ્ર ઉત્સવ […]
ગુજરાતમાં ખાનગી ઓફિસમાં 50 ટકા જ સ્ટાફ હાજર રહી શકશે
ગુજરાત હાઈકોર્ટે કોરોના મહામારીના મામલે દાખલ કરેલી સુઓમોટો રીટમા સુનાવણી દરમ્યાન રાજય સરકારની ઝાટકણી કાઢી હતી. જેના પગલે આજે રાત્રે સીએમ વિજય રૂપાણીએ કોર ગ્રુપની બેઠક બાદ ફેસબુક લાઈવ દ્વ્રારા સરકારના નિર્ણયોની જાહેરાત કરી હતી. જેમાં સરકારી તેમજ ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે હાજરી આપવાની રહેશે , અથવા તો વારાફરતી હાજરી આપવાની રહેશે. લગ્ન […]