વિશ્વના સૌથી મોટા ડીજીટલ ચલણ બિટકોઇનનો ભાવ આજે વધીને ફરીથી ૬૦૦૦૦ ડૉલરની સપાટી વટાવી ગયો હતો. ભારતીય સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે આજે બપોર ૧૨.૧૦ વાગ્યે બિટકોઇન ૬૦૬૭પ.૮૭ પર ટ્રેડ કરતો હતો જે ૪.પ ટકા ઉંચો હતો, જ્યારે અન્ય ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમનો ભાવ ૪.૭ ટકા વધીને ૨૧૭૩.૬૩ પર બોલાતો હતો. બિટકોઇનમાં સતત છ મહિનાથી ડબલ ડિજિટના રિટર્ન પછી ક્રિપ્ટો માર્કેટમાં ઉઠાપટક છેલ્લા કેટલાક સપ્તાહથી સર્જાઇ હતી. અલબત્ત, નિષ્ણાતો જણાવે છે કે ક્ષિતીજ પર હજી નોંધપાત્ર ગતિની નિશાનીઓ દેખાઇ રહી છે. વર્ષ ૨૦૧૭ દરમ્યાન, વિશ્વની સૌથી મોટી અને સૌથી જાણીતી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન ૭૭૭.૭૬ ડૉલર પર હતી અને તે વર્ષના અંતે તેનો ભાવ ૧૯૪૯૭.૪૦ ડૉલર પર બોલાતો હતો. આ વર્ષમાં અત્યાર સુધીમાં બિટકોઇનનો ભાવ ૧૦૪ ટકા ઉંચકાયો છે. ઐતિહાસિક આંકડાઓ સંકેત આપે છે કે કેલેન્ડર વર્ષનો બીજો ત્રિમાસિક ગાળો સામાન્ય રીતે બિટકોઇન અને ઇથરીયમ – એ બંને ડિજિટલ ચલણો માટે પોઝિટિવ કમાણીનો સમયગાળો હોય છે. વર્ષ ૨૦૧૧થી આ બીજા ક્વાર્ટરમાં બિટકોઇને સરેરાશ ૨પ૬ ટકા વળતર આપ્યું છે, જ્યારે કે ઇથેરિયમે ૨૦૧૬થી બીજા ક્વાર્ટરમાં સરેરાશ ૧૪૧ ટકા વળતર આપ્યું છે. ૨૦૧૮ના બીજા ક્વાર્ટરના અપવાદ સિવાય બિટકોઇને બીજા ક્વાર્ટરમાં હંમેશા પોઝિટિવ રિટર્ન આપ્યું છે. સંસ્થાકીય માગ અને અમેરિકામાં ૧.૯ ટ્રિલિયન ડોલરનું કોવિડ-૧૯ પેકેજ પસાર થયું તેણે માર્ચમાં બિટકોઇનને વધવામાં ઘણી મદદ કરી છે. જો કે સતત અપટ્રેન્ડ પછી થોડી અસ્થિરતા પણ સર્જાઇ હતી અને બિટકોઇનનો ભાવ ૪૦ ટકા પોઇન્ટ અને માસ ટુ માસના ધોરણે ૬૩ ટકા જેટલો ગગડી ગયો હતો જે હવે ફરી ઉંચકાવા લાગ્યો છે.
Related Articles
તાલિબાને વિજયની ઉજવણીમાં કરેલા ગોળીબારમાં 70નાં મોત
પંજશીર ખીણમાં પોતાના સંગઠનને વિજય મળી ગયો છે એમ માનીને કેટલાક તાલીબાન કાર્યકરોએ કાબુલ શહેરમાં આ વિજયની ઉજવણી માટે બેદરકારીપૂર્વક હવામાં ગોળીબાર કરતા ૧૭ વ્યક્તિઓનાં મોત થયા છે તથા અન્ય ૧૪ને ઇજા થઇ છે એમ એક અહેવાલ જણાવે છે, જ્યારે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા અહેવાલો સૂચવે છે કે દેશભરમાં આવા સેલિબ્રેશન ફાયરિંગને કારણે ૭૦નાં મોત […]
ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કેસ વધતાં લોકડાઉન ઓક્ટોબર સુધી લંબાવાયું
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાયરસના કેસોમાં ફરીથી ઉછાળો નોંધાયો છે અને નવા ૬૪૨ કેસો તથા ચાર મૃત્યુઓ નોંધાયા પછી સીડની શહેરમાં લાદવામાં આવેલું લૉકડાઉન ઓકટોબર સુધી લંબાવવામાં આવ્યું છે તથા અન્ય નિયંત્રણો પણ કડક બનાવવામાં આવ્યા છે. આ કેસો ઓસ્ટ્રેલિયાના સાઉથ વેલ્સમાં મોટે ભાગે નોંધાયા છે. આમાંથી ૧૧ કેસો તો એક ગેરકાયદે પાર્ટીમાં ભાગ લેનારા લોકોના જ છે. […]
3 જુને કેરળમાં થશે ચોમાસું : હવામાન વિભાગ
દેશમાં ચોમાસાના આગમનની રાહ જોવાઇ રહી છે. પરંતુ, તે થોડો વધુ સમય લેશે. કેરળમાં ચોમાસાનું આગમન બે દિવસ મોડું થઈ શકે છે. હવે તે 3 જૂન સુધીમાં રાજ્યમાં પહોંચવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે આ માહિતી આપી. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ એમ.મહાપત્રાએ જણાવ્યું હતું કે કર્ણાટકના કાંઠા પર ‘સાયક્લોનિક સર્ક્યુંલેશન’ને કારણે દક્ષિણ-પશ્ચિમ […]



