રૂ. 322.5 કરોડના ખર્ચે ઑક્સિકેર સિસ્ટમ્સના 1,50,000 એકમો મેળવવા માટે પીએમ-કેર્સ ફંડે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ વિક્સાવેલી આ એક સવ્રગ્રાહી સિસ્ટમ છે જે દર્દીઓને અપાતો ઑક્સિજનને એમના એસપીઓટુ લેવલ્સને પારખીને એના આધારે નિયંત્રિત કરે છે. આ સિસ્ટમને બે રૂપરેખામાં વિક્સાવાઇ છે. મૂળ આવૃત્તિમાં 10 લિટરનું એક ઑક્સિજન સિલિન્ડર, એક પ્રેસર રેગ્યુલેટર કમ ફ્લો કન્ટ્રૉલર, એક હ્યુમિડિફાયર અને એક નૅઝલ કેન્યુલા હોય છે. ઑક્સિજનના પ્રવાહને એસપીઓટુ રિડિંગ્સના આધારે હાથ વડે નિયંત્રિત કરવામાં આવે છે. જ્યારે ઇન્ટેલિજન્ટ કન્ફિગરેશનમાં મૂળ આવૃત્તિ ઉપરાંત એક લૉ પ્રેસર રેગ્યુલેટર, ઇલેક્ટ્રૉનિક કન્ટ્રૉલ સિસ્ટમ અને એસપીઓટુ પ્રોબ મારફત ઑક્સિજન આપમેળે નિયંત્રિત કરવાની સિસ્ટમનો સમાવેશ થાય છે.એસપીઓટુ આધારિત ઑક્સિજન કન્ટ્રૉલ સિસ્ટમ દર્દીના એસપીઓટુ લેવલના આધારે ઑક્સિજનના વપરાશને શ્રેષ્ઠ બનાવે છે અને અસરકારક રીતે પોર્ટેબલ ઑક્સિજન સિલિન્ડરના ટકાઉપણાને વધારે છે. સિસ્ટમમાંથી પ્રવાહ શરૂ કરવા માટે એસપીઓટુના આરંભિક મૂલ્યને આરોગ્ય સ્ટાફ દ્વારા ગોઠવી શકાય છે અને એસપીઓટુ લેવલ્સ પર સતત દેખરેખ રખાય છે અને સિસ્ટમ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. રાબેતા મુજબ જઈને ઑક્સિજન માપવાની અને પ્રવાહ જાતે નિયંત્રિત કરવાની જરૂર જ ખતમ થઈ જાય છે. આનાથી આરોગ્ય સેવા આપનારાનો કાર્યભાર અને દર્દીઓ સાથેનો એમનો સંપર્ક પણ ઘટે છે અને એટલે ટેલિ-કન્સલ્ટેશન પણ સુગમ બને છે. આ સ્વયંસચાલિત પ્રણાલિ એકદમ એસપીઓટુ ઘટી જાય, જોડાણ તૂટી જાય એની તપાસ સહિતના વિવિધ નિષ્ફળતાના પરિપ્રેક્ષ્યમાં અનુકૂળ ઑડિયો ચેતવણીઓ પણ આપે છે. આ ઑક્સિકેર સિસ્ટમ્સનો ઘરે, ક્વોરન્ટાઇન સેન્ટર્સ, કોવિડ કેર સેન્ટર્સ અને હૉસ્પિટલ્સમાં ઉપયોગ કરી શકાય છે.
Related Articles
ખેડૂત આંદોલનના કારમે દિલ્હી યુપી પર ટ્રાફિકને અસર
ખેડૂત આંદોલનનું જે એક મોટું કેન્દ્ર રહ્યું છે તે દિલ્હી-યુપી સરહદ પર કેટલાક મહત્વના રૂટો પર આજે ખેડૂતોના ભારત બંધના એલાનને કારણે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ગાઝિયાબાદ અને નોઇડાની સરહદોને દિલ્હી સાથે જોડતા કેટલાક માર્ગો પર વાહન વ્યવહારને વ્યાપક અસર થઇ હતી. ગાઝીયાબાદ અને દિલ્હીને જોડતો ધોરીમાર્ગ સાવચેતીના પગલા તરીકે ગાઝીયાબાદ પોલીસે બંધ કરી […]
ઇઝરાયેલમાં તખ્તો પલટાયો મોદીએ બેનેટને આપી શુભકામના
દુનિયાના નકસામાં ખૂબ જ નાના પરંતુ તમામ ક્ષેત્રે મોટું નામ ધરાવતા દેશ ઇઝરાયલના રાજકારણમાં ફરી એક વખત ગરમાટો આવી ગયો છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેત્નયાહુના એક દશકાથી ચાલી આવતા શાસનનો હવે અંત આવિ ગયો છે. દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નફ્તાલી બેનેટે રવિવારે ઇઝરાયલના નવા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. આ સાથે […]
CBSEની 10માં ધોરણની પરીક્ષા રદ
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને CBSEએ સ્ટૂડન્ટ્સ માટે મહત્વનો અને જરૂરી નિર્ણય કર્યો છે. 4 મેથી શરૂ થનારી 10માં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12માંની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે સરકાર 1લી જૂને નિર્ણય કરશે. એક્ઝામ કરાવવાનો નિર્ણય લેવાશે તો છાત્રોને 15 દિવસનો સમય આપવામાં આવશે એટલે કે પરીક્ષા […]