કર્ણાટકની ચામરાજનગર જિલ્લા હોસ્પિટલમાં 24 કલાકની અંદર 24 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તેમાં 23 કોરોના સંક્રમિત અને એક અન્ય રોગથી પીડાતા દર્દીઓનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે દર્દીઓના મોત ઓક્સિજનના અભાવ અને અન્ય કારણોસર થયા છે. જો કે, જિલ્લા વહીવટીતંત્રે ઓક્સિજનના અભાવનો ઇનકાર કર્યો છે. કર્ણાટકના ચામરાનગર ડિસ્ટ્રીક્ટની એક હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં 24 લોકોના મોત થયા છે. હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો. પરંતુ ઓક્સિજન આવતા વાર લાગી હોવાના કારણે આ મોટી ર્દુઘટના થઈ છે. આ ર્દુઘટના પછી મૈસુરથી 250 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા છે.
Related Articles
મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા નિયંત્રણો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોમાં કોઈ પણ પ્રકારની પેનિક કે અફરા-તફરીભરી સ્થિતિ ન સર્જાય તે માટે “લોકડાઉન” શબ્દનો સીધો ઉપયોગ ટાળ્યો હતો,અલબત તેમણે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હોઈ લોકડાઉન જેવા જ કડક નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલે રાત્રે 8 વાગ્યાથી સખત […]
અદાલતી નિમણૂકોમાં સરકાર ઢીલ કરી રહી છે : સુપ્રીમ
સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટ્રિબ્યુનલોમાં અધિકારીઓની નિમણૂકો નહીં કરીને આ અર્ધ-અદાલતી સંસ્થાઓને પ્રભાવહીન બનાવી રહી છે અને અમારી ધીરજની કસોટી કરી રહી છે. ટ્રિબ્યુનલો પ્રિસાઇડિંગ ઓફિસરો અને જ્યુડિશ્યલ અને ટેકનિકલ સભ્યોની તીવ્ર અછત અનુભવી રહી છે, સુપ્રીમ કોર્ટે આ બાબતે ૧૩ સપ્ટેમ્બર સુધીમાં પગલાંની માગણી કરી છે.પોતે સરકાર સાથે કોઇ સંઘર્ષ […]
‘યાસ’ ચક્રવાતી વાવાઝોડામાં તબદીલ થઈ શકેઃ હવામાન વિભાગ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું યાસ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે અને તે 26 મે આસપાસ ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે ટકરાશે.શનિવારે બંગાળની ખાડીમાં પૂર્વ-મધ્ય ભાગમાં તેમજ ઉત્તર અંદામાનમાં હવાનું હળવું દબાણ સર્જાયું હતું. દરેક વાવાઝોડું સૌપ્રથમ હવાના હળવા દબાણ તરીકે ઊભરતું હોય છે. ત્યારબાદ કોઈ વાવાઝોડું, કોઈ ચક્રવાતી વાવાઝોડા તરીકે પરિવર્તિત થાય […]