ગુજરાતમાં હાલ કોરોનાનાં કારણે અનેક લોકો સંક્રમિત થયા છે. ત્યારે હવે પોલીસ પણ ત્રીજા વેવ સામે લડવા સજ્જ બની છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે. એવામાં ગુજરાત પોલીસના વડાએ આજે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ રાત્રિ કર્ફ્યૂ માટે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.તેની સાથે આખા રાજ્યમાં ઈન્જેકશનના કાળા બજાર કરતા લોકો સામે ગુનો નોંધો કાર્યવાહી કરવામાં આવશે. તેની સાથે ક્યાંય પણ કાળા બજાર કે અન્ય એન્ટી સોશિયલની વિગત જાણવા મળે તો ત્વરીત પોલીસને જાણ કરવી જોઈએ. ડીજીપી આશિષ ભાટિયાએ આજે સોશિયલ મીડિયામાં માહિતી આપી હતી કે , હાલ કોરોનાનાં સમયમાં જાહેર કરવામાં આવેલા તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.જે માટે સમગ્ર 36 શહેરમાં આ પ્રકારે સૂચના આપી છે. બીજી તરફ હાલ રાજ્યની પોલીસને કાળા બજારીઓ સામે પણ કાર્યવાહી કરવા માટે જણાવાયું છે. ડીજીપીએ જણાવ્યું હતું કે, હવે નવો રોગ મ્યુકોમારીકિસના સારવારમાં વપરાતા ઈન્જેકશનની પણ ખૂબ ડિમાન્ડ છે. જેના લીધે કોઈ જગ્યાએ સ્ટોક કરીને કાળા બજારી કરશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ ડિજીપીએ આગામી સમયમાં આવી રહેલા તહેવારોમાં લોકો ભેગા ન થાય તે માટે ધર્મગુરુને અપીલ કરી છે. પોલીસ દ્વારા દરેક જાહેરનામાનો કડક પાલન કરાવવામાં આવશે, ઈન્જેકશનના કાળા બજારીઓ સામે કડક કાર્યવાહી કરાશે. સાથે જ ડીજીપી દ્વારા મ્યુકોમારીકિસની બીમારીના ઈન્જેકશનના કાળા બજારી કરનારાઓ સામે કાર્યવાહી કરવા સૂચન અપાયું છે.




