કોરોનાની વેક્સિન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાને વેક્સિનની સપ્લાઈ મામલે ફાળવણીને પગલે મળતી ધમકીઓને કારણે પરિવાર સહિત લંડન પહોંચી ગયા હતા. આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામા આવી હતી કે, વેક્સિન બનાવી દેશ સેવામાં લાગેલા અદાર પૂનાવાલાને દેશમાં સુરક્ષિત હોવાનો અનુભવ થાય તે માટે ઉદ્ધવ સરકારને તેમની સુરક્ષા વધારવાના આદેશ આપવા જોઈએ. અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે,‘અદાર પૂનાવાલા કોરોના મુક્તિ માટે વેક્સિન ઉપલબ્ધ કરાવી દેશ સેવા કરી રહ્યાં છે. જો તેમને દેશમાં અસુરક્ષિત અનુભવી રહ્યાં હોય તો ઉચ્ચ પોલીસ અધિકારી અથવા ગૃહમંત્રી તેમની સાથે વ્યક્તિગત રીતે વાત કરે અને સરકાર તેમની સુરક્ષાની ખાતરી આપે.’ બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને 10 જૂને આ મામલે અપડેટ આપવા માટે પણ આદેશ કર્યો છે. અદાર પૂનાવાલાને રાજ્ય સરકાર દ્વારા અગાઉ વાય-કેટેગરીની સુરક્ષા આપવામા આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર તરફથી પણ સીઆરપીએફ જવાન સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવ્યા હતા. અદાર પૂનાવાલાને ભારત પરત ફરવા પર તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવા મુદ્દે રાજ્ય સરકાર વિચાર કરી રહી હોવાનું કોર્ટને જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોવિશીલ્ડની સપ્લાઇ પહેલા તેમના રાજ્યમાં આપવામાં આવે, એવી માગ કરતા કેટલાક વગદાર લોકો દ્વારા ધમકી આપવામાં આવી રહી છે અને પ્રેશર ઉભું કરવામાં આવી રહ્યું છે એવો આરોપ અદાર પૂનાવાલાએ ઇંગ્લેન્ડના સમાચારપત્ર ‘ધ ટાઇમ્સ’માં આપેલા ઈન્ટરવ્યુમાં લગાવ્યો હતો.
Related Articles
ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 31,222 નવા કેસ
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 31,222 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની કુલ સંખ્યા 3,30,58,843 થઈ ગઈ છે. તેમજ સક્રિય કેસ ચાર લાખથી ઓછા નોંધાયા છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું.સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, કોરોનાના કારણે વધુ 290 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને […]
બંગાળની ભારતીય જનતા પાર્ટીમાં ભંગાણના આસાર
બંગાળની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ જયશ્રી રામનો નારો બુલંદ કર્યો હતો તો તેની સામે તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીએ ખેલા હોબેનો નારો આપ્યો હતો. દીદી તરીકે સુવિખ્યાત મમતા બેનર્જીના ખેલા હોબે નારો ખરેખર કારગર નિવડ્યો હતો અને પશ્વિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઇ હતી. જો બંગાળમાં ખેલ પૂરો થયો હોય તેમ લાગતું નથી. […]
આ વર્ષે ચોમાસુ સારૂ રહેશે : સ્કાયમેટ
કોરોના વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે 1 જૂનથી શરૂ થનારું ચોમાસું એટલે કે વરસાદ સામાન્યથી સારો રહે તેવી શક્યતા છે. હવામાનની માહિતી આપનાર સંસ્થા સ્કાઈમેટ વેધર સર્વિસિઝે જણાવ્યું કે ભારતમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ વરસાદ 907 મિલીમીટર પડી શકે છે. સમગ્ર ભારતમાં ચાર મહિના દરમિયાન સરેરાશ 880.6 મિલીમીટર […]