ધો. 10નું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જાહેર

ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 29 જૂન 2021ને રાત્રિના આઠ વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા વિભાગના સચિવ બી.એ. ચૌધરીએ જણાવ્યું હતું કે ધોરણ- 10ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવી હતી. નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની સરકાર દ્વારા જાહેર કરાયેલી નીતિ મુજબ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વિષય મુજબ મેળવેલા ગુણને બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતાં. જેના આધારે બોર્ડ દ્વારા ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલું છે. આ પરિણામ બોર્ડની વેબસાઇટ પર 29 જૂન 2021ના રોજ રાત્રે 8 કલાકે જાહેર કરવામાં આવ્યું હતું. માધ્યમિક શાળાઓએ તેઓનું પરિણામ શાળાના ઇન્ડેક્સ નંબર પરથી લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે. શાળાઓએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપવાની રહેશે, અને તેના પરિણામની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત સંસ્કૃત પ્રથમ આનું પરિણામ 1 જુલાઈ 2021ના રોજ જાહેર કરવામાં આવશે.


તો બીજી તરફ રાઇટ ટુ એજયુકેશનના એડમિશન શરૂ થતાંની સાથે જ રામયાણ શરુ થઇ ગઇ છે. આજે આઠ હજાર ફોર્મ ભરાયાં હોવાના ફિગર જાણવા મળ્યો છે તે પરંતુ વાલીઓની પરિસ્થિતિ દયનીય બની છે. વાલીઓ વિગતો અપલોડ કરવામાં ભારે થાપ ગઇ ગયા છે. રાજય સરકાર દ્વારા નબળા અને વંચીતજૂથના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે અમલમાં મુકવામાં આવેલા રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગતની પ્રવેશ પ્રક્રિયામાં પથમ ચાર દિવસમાં જ ૮ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે દાવેદારી નોંધાઇ છે. જો કે તેમાં મહત્તમ વાલીઓએ ફોટોકોપી ઝેરોક્ષ કોપી અપલોડ કરી હોવાથી ડોકયુમેન્ટ વેરિફિકેશનની કામગીરીમાં મોટી સંખ્યામાં ફોર્મ રિજેકટ થઇ જાય તેમ હોય વાલીઓએ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા જરૂરી બન્યા છે.


કોરોનાની મહામારીને પગલે રાજયમાં મોડેથી શરૂ થયેલી રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગતની પ્રવેશ પ્રક્રિયામાં મોટો ધસારો જોવા મળ્યો છે. સુરત શહેરમાં હાથ ધરવામાં આવેલી રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ ચાર દિવસમાં જ ૮ હજાર કરતા વધારે વાલીઓએ પોતાના બાળકને રાઇટ ટુ એજયુકેશન એક્ટ અંતર્ગત શાળામાં પ્રવેશ મળે તે માટે ફોર્મ ભર્યા છે, જેમા ખાસ કરીને પુણા, વરાછા, કતારગામ, અડાજણ, અને ઉધના સહિતના વિસ્તારોની ખાનગી શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે ભાર ક્રેઝ જોવા મળ્યો હોવાથી કેટલીક ખાનગી શાળાઓએ વર્ગની સંખ્યા વધારવી પડે તેવી શક્યતા પણ જોવા મળી છે. જો કે ફોર્મ ભરનારા વાલીઓ દ્વારા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં મોટી ભૂલ કરી રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે. વાલીઓ દ્વારા ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડમાં ફોટોકોપી કે પછી ઝેરોક્ષ કોપી અપલોડ કરી રહ્યા છે, જેના સ્થાને ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા જરૂરી છે. અન્યથા ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં અરજી રદ થવાની શકયતા વધી જતી હોવાથી વાલીઓએ સાવચેતી સાથે ફોર્મ ભરવું જરૂરી બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *